આરબીઆઈની આગામી બેઠક આૅગષ્ટમાં મળશે ; વ્યાજદરમાં વધારો થવાની શક્યતા

0
44

ન્યુ દિલ્હી,તા.૧૪
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા વર્તમાન નાણાં વર્ષમાં વ્યાજ દરમાં વધુ એક વધારો કરે તેવી શકયતા છે. ઓગસ્ટમાં મળનારી સમીક્ષા બેઠકમાં આ વધારો આવી શકે છે એમ ડીબીએસની રિસર્ચ નોટમાં જણાવાયું છે. ફુગાવો વધવાના જાખમ અને નાણાં બજારોમાં સ્થિરતા જાળવવાની આવશ્યકતાને કારણે નાણાં નીતિ તંગદૌર પર રહેશે. ૨૦૧૮-૧૯માં વધુ ૫૦ બેઝિસ પોઈન્ટના વધારાની અમે ધારણાં રાખીએ છીએ. હવે પછીનો વધારો ઓગસ્ટની બેઠકમાં આવી શકે છે એમ ડીબીએસની રિસર્ચ નોટમાં જણાવાયું છે.
ફુગાવાજન્ય જાખમો વધી રહ્યા છે અને લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો, ક્રુડ તેલના ઊંચા ભાવ, રૃપિયામાં નબળાઈ તથા રાજકોષિય સ્થિતિ ફુગાવા માટેના જાખમો છે. ગુરુવારે જાહેર થયેલા આંકડાઓમાં જુનનો રિટેલ ફુગાવો વધીને પાંચ ટકા રહ્યો છે જે પાંચ મહિનાની ઊંચી સપાટીએ છે. જા કે હવે પછી ફુગાવો ઘટવાની અપેક્ષાને ધ્યાનમાં રાખતા જુનનો જ ફુગાવો ઊંચો રહેવાની વકી છે. સરકારે રિઝર્વ બેન્કને બે ટકા વધઘટ સાથે ફુગાવો ૪ ટકા આસપાસ જાળવી રાખવા સૂચના આપી છે. રિઝર્વ બેન્કની નાણાં નીતિની હવે પછીની સમીક્ષા બેઠક ૩૦ જુલાઈએ શરૃ થશે અને ૧ ઓગસ્ટના આરબીઆઈ તેનો નિર્ણય જાહેર કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY