ભારતીય લોકોને સેના પર સૌથી વધુ વિશ્વાસ,રાજકીય પાર્ટીઓ પર સૌથી ઓછો

0
13

ન્યુ દિલ્હી,તા.૧૪
૨૦૧૮માં થયેલા એક અધ્યયન પ્રમાણે ભારતીયોને પોતાની સેના પર સૌથી વધારે વિશ્વાસ છે. સેના પછી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ પર વિશ્વાસ કરે છે. જયારે રાજનિતીક પાર્ટીઓ પર સૌથી ઓછો વિશ્વાસ છે. આ અધ્યયનમાં ૧૬ નિર્વાચિત અને બિન નિર્વાચિત સંસ્થાઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં લોકોના વિશ્વાસના આધારે ક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.
અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય (એપીયુ) અને લોકનિતી (સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી) દ્વારા આઠ રાજયોની ૨૨ વિધાનસભા સીટોના ૧૬,૬૮૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં સૌથી વધારે ૭૭.૨ ટકા લોકોએ સેના પર વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પછી સુપ્રીમ કોર્ટ પર ૫૪ ટકા લોકોએ, હાઇકોર્ટ પર ૪૮ ટકા, કલેકટર પર ૪૭ ટકા, રાષ્ટÙપતિ પર ૪૧.૮ ટકા, પ્રધાનમંત્રી પર ૪૧.૩ ટકા, ડિસ્ટ્રીકટ કોર્ટ પર ૪૧ ટકા, પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન પર ૪૦ ટકા, મુખ્યમંત્રી પર ૩૮.૭ ટકા, સસંદ પર ૩૬.૬ ટકા, ચુંટણી પંચ પર ૩૩ ટકા, વિધાનસભા પર ૩૨.૭ ટકા, પોલીસ પર ૫.૭ ટકા, સરકારી અધિકારી પર ૪.૮ ટકા અને રાજનિતીક પાર્ટી પર માઇનસ ૧.૭૫ ટકા લોકોએ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
અલગ-અલગ રાજયોમાં લોકોના વિશ્વાસમાં ઘણી વિવિધતા જાવા મળી હતી. મહારાષ્ટ્ર ચુંટણી સંસ્થાનો (જેમ કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સંસદ, વિધાનસભા, પંચાયત/મ્યુનિસિપલ કોર્પોરેશન) પર વિશ્વાસ વ્યકત કરવામાં સૌથી ઉપર છે તો આંધ્ર પ્રદેશમાં સૌથી ઓછા લોકોને આ સંસ્થાઓ ઉપર વિશ્વાસ છે.
રસપ્રદ વાત એ છે કે ભારતીયોને રાજનીતિક પાર્ટીઓ પર શૂન્યથી નીચે માઇનસમાં વિશ્વાસ છે. પોલીસ અને સરકારી કાર્યાલય ભલે શૂન્યથી ઉપર હોય પણ તેમની સ્થિતિ પણ સારી નથી. આ સર્વે સરકારી કાર્યાલયો અને પોલીસની સાથે-સાથે રાજનીતિક પાર્ટીઓને પણ ઈશારો કરે છે કે તેમણે પોતાની કાર્યશૈલીમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY