આગામી ૨૭ અને ૨૮ જુલાઈએ સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ થશે

0
103

ન્યુ દિલ્હી,તા.૧૪
આગામી ૨૭ અને ૨૮ જુલાઈએ સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ જાવા મળશે. આ ચંદ્રગ્રહણ એક કલાક ૪૩ મિનિટ સુધી ચાલશે.જે સદીનું (સન ૨૦૦૧થી સન ૨૧૦૦) સૌથી લાંબું ગ્રહણ રહેશે.
આ અંગે ખગોળ વિજ્ઞાન મંત્રાલયે જણાવ્યું કે આ લાંબાં ચંદ્રગ્રહણને દેશના અનેક રાજ્યોના લોકો નિહાળી શકશે. બે સપ્તાહ બાદ થનારા આ ચંદ્રગ્રહણની શરૂઆત ૨૭ જુલાઈએ ભારતીય સમયાનુસાર (રાત્રિના ૧૧-૫૪ કલાકથી) થશે. આ દરમિયાન ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો જોવા મળશે.
જે ધીમેધીમે વધવા લાગશે ને બાદમાં ૨૮ જુલાઈની રાતે એક વાગ્યા સુધીમાં ચંદ્ર પૂરેપૂરો ઢંકાઈ જશે. ત્યારબાદ ધીમેધીમે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી બહાર આવવા લાગશે. અને ભારતીય સમયાનુસાર ૨૮મીએ રાત્રે ૩-૪૯ કલાકે ચંદ્ર ફરી પૃથ્વીની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી જશે.
આ અગાઉ સૌથી લાંબું ચંદ્રગ્રહણ ૨૦૧૧માં થયું હતું જે એક કલાક ૪૦ મિનિટ ચાલ્યું હતું. આ વખતનાં ચંદ્રગ્રહણમાં સૂર્ય અને લાલ ગ્રહ મંગળ સામસામે આવી જશે.ત્યારે સૂર્ય અને મંગળ વચ્ચે પૃથ્વી આવી જશે. અને તેના કારણે લાલ ગ્રહ સામાન્ય કરતાં વધુ ચમકતો જાવા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY