દિલ્હીથી પહેલી બેચમાં ૪૧૦ હજયાત્રીઓ સાઉદી અરેબિયા જવા માટે રવાના

0
34

ન્યુ દિલ્હી,તા.૧૪
રાજધાની નવી દિલ્હીથી હજયાત્રીઓની પહેલી બેચ સાઉદી અરેબિયા માટે રવાના થઈ છે. કેન્દ્રીય લઘુમતી કાર્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ છે કે હજયાત્રીઓની સુવિધા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. હજયાત્રીઓની પહેલી બેચમાં ૪૧૦ હજયાત્રીઓ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મદીના જવા માટે રવાના થયા છે.
આ વર્ષે હજ કમિટીએ એક લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો બે હજયાત્રીઓની યાત્રા માટેની વ્યવસ્થા કરી છે. શનિવારે સાઉદી અરેબિયાથી ત્રણ ફ્લાઈટોમાં બારસો જેટલા હજયાત્રીઓ સાઉદી અરેબિયા જશે. દિલ્હી સિવાય સાડા ચારસો હજયાત્રીઓ ગયા, ૨૬૯ હજયાત્રીઓ ગૌહાટી, નવસો હજયાત્રીઓ લખનૌ અને ૧૦૨૦ હજયાત્રીઓ શ્રીનગરથી સાઉદી અરેબિયા જવા માટે રવાના થઈ રહ્યા છે.
નક્વીએ કહ્યુ છે કે ૨૦૧૮ની હજયાત્રા માટે ગૃહ મંત્રાલય, હજ કમિટી અને સંબંધિત એજન્સીઓએ સાઉદી અરેબિયાના હજ કોન્સ્યુલેટ સાથે મળીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નવી હજ પોલિસી હેઠળ ૨૦૧૮ની હજયાત્રાનું આયોજન થઈ રહયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY