આલિયા ભટ્ટે પોતાના મોંઘા પરિધાનોની લીલામી કરી ૪૦ પરિવારોના ઘરમાં વીજળી આપી

0
37
તેની દરિયાદીલીનો લાભ કર્ણાટકના મંડયા જિલ્લાના કિકેરી ગામના પરિવારોને મળ્યો

બોલીવૂડના હાલના કલાકારો કમાણી કરવાની સાથેસાથે સમાજને ઉપયોગી પણ થઇ રહ્યા છે.ઘણા ટોચના કલાકારો તો નોનપ્રોફિટ સંસ્થા સાથે જોડાયા છે અને ઉમદા કામ કરી રહ્યા છે. આલિયાએ પણ હાલમાં આવી જ એક સમાજસેવા કરી છે. તાજેતરમાં આલિયાએ પોતાના વોર્ડરોબના મોંઘામોઘા ડિઝાઇનર ડ્રેસની લીલામી કરી હતી. જેના દ્વારા તે ઘણી કમાણી કરી હતી.આ રૃપિયા તેણે લોકોના ભલા માટે વાપર્યા છે. આલિયાએ કર્ણાટકના મંડયા જિલ્લાના કિકેરી ગામના પરિવારોના ઘરમાં વીજળી આપવાના ખર્ચા માટે વાપર્યા છે. આલિયાએ પોતાના ડ્રેસીસના લીલામીમાંથી મેળવેલા રૃપિયા એક સંસ્થાને આપ્યા છે.આ સંસ્થા ખરાબ પ્લાસ્ટિકની બોટલોને રિસાઇકલ કરીને સૌર ઊર્જા બનાવે છે અને તે આ સૌર ઊર્જા એ પરિવારોને આપે છે જેમને વીજળીની તાકીદે જરૃર હોય. બેગલુરુની સંસ્થા ‘અરોહા એ આલિયાને આ કામમાં મદદ કરી છે. આલિયા નાની વયમાં કારકિર્દીમાં હરણફાળ ભરવાની સાથેસાથે સમાજસેવા કરી રહી છે તેનાથી લોકોના વધુ દિલ જીતી લેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY