રાજપીપળા એસ ટી ડેપોની બસો માં મુસાફરી કરતા મુુસાફરો ના માથે મંંડરાતું જોખમ

0
266

યમરાજ બની ફરતી આ બસો ક્યારેક કોઈનો ભોગ લઈ શકે એવી ભંગાર હાલત છતાં માર્ગ પર દોડાવાય છે

કેવડિયા બરોડા ની બસ માં પાછળ ની સીટો શિર્ષાશન કરતી જોવા મળી સાથે નીચે નું તળિયું પણ અનેક જગ્યાએ થી તૂટેલું હોય ક્યારેક બે ભાગ અલગ થાય એવો ભય

રાજપીપળા: રાજપીપળા એસ ટી ડેપો એ નર્મદા જિલ્લા નું વડું ડેપો હોવા છતાં અહીં મોટાભાગની બસો ભંગાર હાલતમાં જોવા મળે છે ત્યારે આવી બસો માં મુસાફરી કરતા મુસાફરો ના માથે મોત મંડરાતું હોય એમ માર્ગો પર ફરતી આવી બસો કેમ દોડાવાય છે એ સમજાતું નથી ત્યારે યમરાજ બની રસ્તા પર ફરતી આ બસો ક્યારેક કોઈ મુસાફર કે સ્ટાફ નો ભોગ પણ લઈ શકે એમ છે ખાસ તો કેવડિયા થી બરોડા રૂટ પર ફરતી રાજપીપળા એસ ટી ડેપો ની બસ નં.જી જે 18 વાય 6578 માં પાછળ ની ઘણી સીટો આખે આખી શીર્ષાસન કરતી હાલતમાં જોવા મળે છે અને આ બસ માં જ્યાં ઉભા રહેવા માટેનું પતરું છે એ પણ અનેક જગ્યા તૂટેલું હોય મુસાફરી કરતા લોકો ને બસ ના બે ભાગ થઈ જાય એવો ડર પણ સતાવે છે છતાં આવી જોખમી બસો માર્ગો પર દોડાવી શું એસ ટી વિભાગ કોઈનો ભોગ લેવાય એવી રાહ જૉ રહ્યું છે…?
જોકે ડેપો મેનેજર ખુદ જાણે છે કે કેટલી બસો ખરાબ છે પણ નવી બસો ન આવતા મુસાફરો ના માથે જોખમ હોવા છતાં ભંગાર બસો ચલાવવી પડે છે ત્યારે એસ ટી વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ રાજપીપળા ડેપો માં નવી બસો જલ્દી ફાળવે એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY