મુંબઈ,તા.૨૪
ટોચના અભિનેતા શાહિદ કપૂર સાથે ઝી સ્ટુડિયોએ ત્રણ ફિલ્મો કરવાના કરાર કર્યા હોવાની જાણકારી મળી હતી. આજે બોલિવૂડમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને મંદી જેવા માહોલમાં બહુ ઓછા કલાકારોને આવા કરાર મળે છે.
હાલ શાહિદ શ્રી નારાયણ સિંઘની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ કરી રહ્યો છે. ઉત્તર ભારતમાં પ્રવર્તતી બેફામ વીજ ચોરીની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. આ ફિલ્મનો મોટો હિસ્સો પૂરો થવા આવ્યો છે.
બીજી બાજુ શાહિદે તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કરવાની તૈયારી શરૃ કરી છે. આ ફિલ્મ અગાઉ અર્જુન કપૂર કરવાનો હતો પરંતુ એની ઇચ્છા એવી હતી કે બોલિવૂડના કોઇ ડાયરેક્ટર આ ફિલ્મનું ડાયરેક્શન કરે. એટલે એણે આ ફિલ્મ ગુમાવી દીધી.
ઝી સ્ટુડિયોએ કરારની વિગતો હજુ જાહેર કરી નથી. પરંતુ શાહિદ તરફથી વિચારીએ તો એણે બત્તી ગુલ મીટર ચાલુ માટે ૧૨ કરોડ વસૂલ્યા હતા. એટલે આ હિસાબે ત્રણ ફિલ્મના છત્રીસ કરોડ થાય. જો કે ઝી ના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ત્રણ ફિલ્મ પૂરી થાય ત્યારે શાહિદને ચૂકવાનારા મહેનતાણામાં વધારો થશે. આમ શાહિદને તો બંને હાથમાં લાડવા છે. (જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







