મુંબઈ,તા.૧૦
૯૦ના દાયકામાં પ્રસિદ્ધ બનેલા પોપ સિંગર નિતિન બાલીનું મુંબઇ ખાતે એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. સૂત્રોની માહિતી મુજબ નિતિન બાલીની કાર મુંબઇના બોરીવલી વિસ્તારમાં એસવી રોડ પર એક ડિવાઇડર સાથે ટકરાતા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં સવાર પોપ સિંગર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોપ સિંગરને સમયસર સારવાર આપવામાં આવી હતી અને ડોક્ટરો મુજબ સારવાર પછી તેઓ સ્વસ્થ હતા. પરંતુ નિતિન બાલી સારવાર લીધા પછી ઘરે પરત ફર્યા હતા, જ્યાં તેમને લોહીની ઉલ્ટીઓ શરુ થઇ હતી અને થોડી જ વારમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
નિતિન બાલી ૪૭ વર્ષના હતા અને ૯૦ના દાયકામાં સફળ પોપ સિંગર પૈકી એક હતા. તેમણે બોલીવુડના જૂના ગીતોને રિમેક કરીને નવુ રૂપ આપ્યું હતું. તેમની ગાયીકીથી ઘણા લોકો તેમના ફેન્સ બની ગયા હતા. તેમના રિમેક સોન્ગમાં કિશોર કુમારનું “નીલે નીલે અમ્બર પે” સુપરહિટ રહ્યું હતું. અને ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. નિતિન બાલીના રિમેક સોન્ગે તેમને બોલીવુડમાં નવી ઓળખ આપી હતી. આ સિવાય તેમના રિમેક આલ્બમમાં “છૂકર મેરે મન કો”, ” એક અજનબી હસીના સે” અને “પલ પલ દિલ કે પાસ” જેવા સદાબહાર ગીતોના રિમેક પણ સુપરહિટ રહ્યા હતા.
નિતિન બાલીએ ટીવી એક્ટ્રેસ રોમા બાલી સાથે લગ્ન કર્યા હતા. રોમા હાલમાં એક ટીવી સિરિયલ “સિલસિલા બદલતે રિશ્તો કા”માં એક પાત્ર મૌલીની માતાનો રોલ અદા કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




