ઈરાનના વિદેશ મંત્રીનો ટ્રમ્પને જવાબ : ‘અમારા અસ્તિત્વ જેટલી અમુક દેશોની ઉંમર પણ નથી’

0
2

તેહરાન,તા.૨૪
ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવદ ઝરીફે ટ્રમ્પના ધમકીભર્યા ટ્‌વીટનો મંગળવારે તે જ અંદાજમાં જવાબ આપ્યો છે. જાવદે પોતાની ટ્‌વીટમાં લખ્યું કે, અમે અહીં સદિઓથી છીએ. અમે અમારા સામ્રાજય સહિત કઈ સામ્રાજયોને બનતાં-બગડતાં જાયા છે. અમારા આ સામ્રાજયનું અસ્તિતત્વ એટલું લાંબુ છે કે, તેટલી તો કેટલાંક દેશની ઉંમર પણ નથી. સંભાળીને રહો.
આ પહેલાં ટ્રમ્પે પોતાના ટ્‌વીટમાં ઈરાનને ધમકાવ્યું હતું, તેઓએ લખ્યું હતું કે, હવે પછી અમેરિકાને ધમકી ન આપતાં, નહિંતર એટલાં ગંભીર પરિણામ ભોગવવા પડશે જેનું ઉદાહરણ ઈતિહાસમાં મુશ્કેલીથી મળે છે. ટ્રમ્પે પોતાની વાત પર જાર આપવા માટે પૂરો સંદેશો કેપિટલ લેટરમાં લખ્યો હતો.
રૂહાનીએ રવિવારે ઈરાનના રાજનાયકોના એક સમારંભમાં કહ્યુ હતું કે, “ઈરાનના દુશ્મનો સારી રીતે સમજી લે- ઈરાનની સાથે શાંતિ, તમામ શાંતિઓથી મોટી હશે. અમારી સાથે જંગ પણ બધી જંગમાં મોટી હશે.”
ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ મુજબ, રૂહાનીએ ટ્રમ્પેને ચેતવણી આપતાં કહ્યું હતું કે, “સિંહની પૂંછડી સાથે રમત ન કરો, તમાર પસ્તાવું પડશે.”
અમેરિકાએ મેમાં ઈરાનના ઐતિહાસિક પરમાણુ કરારને ખતમ કરી દીધા હતા. સાથે જ તેમના પર ફરી પ્રતિબંધ લગાવ્યા હતા, જે ઓગસ્ટથી પ્રભાવિત થઈ રહ્યાં છે. અમેરિકાના આ પગલાં પછી બંને દેશો વચ્ચે ટકરાવ વધી ગયો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રમ્પે આ સમજૂતિને અમેરિકા માટે નુકસાનકારક ગણાવી હતી. તેઓએ કહ્યું હતું કે તેઓ સત્તામાં આવ્યાં બાદ આ સમજૂતીને ખતમ કરી દેશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY