સ્વિસ્ બેંકમાં ભારતીયોની જમા રકમમાં ઘટાડો થયો

0
9

નવીદિલ્હી, તા. ૨૪
કાળા નાણા ઉપર ચાલી રહેલી રાજનીતિ અને આરોપ પ્રતિઆરોપ વચ્ચે કેન્દ્ર સરકારે આજે સ્વસ બેંકમાં જમા ભારતીયોના પૈસાના સંદર્ભમાં નવા આંકડા જારી કર્યા હતા. નાણામંત્રી પીયુષ ગોયેલે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે, સ્વસ બેંક મુજબ ભારતીયોના લોન અને ડિપોઝિટમાં છેલ્લા વર્ષની સરખામણીમાં ૩૪.૫ ટકાનો ઘટાડો થયો છે. ગોયેલે કહ્યું હતું કે, એનડીએના શાસનકાળ ૨૦૧૩થી લઇને ૨૦૧૭ વચ્ચેના ગાળામાં સ્વસ બેંકોમાં ભારતીયોના નાણા ૮૦ ટકા ઘટી ગયા છે. થોડાક દિવસ પહેલા જ સ્વસ નેશનલ બેંક તરફથી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ ંહતું કે, સ્વસ બેંકોમાં નાણા વધ્યા છે જેના કારણે વિપક્ષને સરકાર ઉપર પ્રહાર કરવાની તક મળી ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વસ બેંકોમાં ભારતીયોની સંપત્તિ ૫૦ ટકા સુધી વધી ગઈ છે. આ રિપોર્ટનો હવાલો આપીને ઇન્ડયન નેશનલ લોકદળના સાંસદ રામકુમાર કશ્યપે રાજ્યસભામાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. કાર્યવાહીના દાવા છતાં સ્વસ બેંકોમાં ભારતીયોની રકમ કેમ વધી ગઈ છે. આના જવાબમાં પીયુષ ગોયેલે કહ્યુ ંહતું કે આ આધારવગરના સમાચાર છે. સ્વસ બેંકે આ સંબંધમાં જવાબ મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આંકડા નવા છે. બેંક દ્વારા જારી આંકડાઓની પરિભાષા યોગ્યરીતે રજૂ કરવામાં આવી નથી જેથી ભ્રમની સ્થતિ ઉભી થઇ હતી. સ્વસ બેંકના કહેવા મુજબ ભારતીયોના પૈસા વધવાની વાતમાં નોન ડિપોઝિટ, ભારતમાં સ્થત સ્વસ બ્રાંચોના કારોબાર, આંતર બેંકિંગ લેવડદેવડ, ટ્રસ્ટી લેવડદેવડ જેવી ચીજા પણ સામેલ છે. સ્વસ દૂતે પીયુષ ગોયેલને પત્ર લખીને કહ્યું છે કે, સામાન્યરીતે એમ માની લેવામાં આવે છે કે, સ્વત્ઝર્લેન્ડમાં જમા કોઇ ભારતીયોના નાણાને કાળા નાણા ગણી લેવામાં આવે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY