ભરૂચ નગરપાલિકા ની સામાન્ય સભા શાસક પક્ષ તથા વિપક્ષની શાબ્દિક તડાતળી બાદ સાથે પૂર્ણ થઈ હતી.

0
41

આજ રોજ ભરૂચ નગરપાલિકા નવા વરાયેલા પ્રમુખ સુરભી તમાકુવાલા ની અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા નગરપાલિકા ના સભાખંડ ખાતે મળી હતી.

આજે ગુરૂ પૂર્ણિમા અને ચન્દ્રગ્રહન ના દિવસે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા તથા ઉપ પ્રમુખ ભરત શાહની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં ઝીરો અવર્સ માં ગેબેલિયન વોલનો મુદ્દો ગાજતાં એક કલાક સુધી પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક તાડાતડી થઈ હતી જ્યારે વિપક્ષ દ્રારા આક્ષેપ મૂકી નગરપાલિકાનો વહીવટી નિષ્ફળ ગયો હોવાનું જણાવી નગરપાલિકા ને સુપરસીડ કારવાની પણ માંગણી કરવામાં આવી હતી.

સામાન્ય સભા ચાલુ થાય તે પહેલાં નગરપાલિકાના પૂર્વ સભ્ય અને પત્રકાર બકુલભાઈ પટેલને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ત્યાર બાદ ઝીરો અવર્સમાં વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પોતાના પાંચ પ્રશ્નો એજન્ડામાં સમાવેશ ના કરવામાં આવ્યો હોવનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો.ગેબેલિયન વોલના મુદ્દે તો જાણે શાશક પક્ષ અને વિપક્ષ દ્રારા એક બીજા સામે જાણે શાબ્દિક યુધ્ધ છેડયું હોય તેમ લાગી રહ્યું હતું.વિપક્ષ દ્રારા ૧ મેં ગુજરાત સ્થાપના દિવસે ખાલી પૂર્વ વિસ્તારમાં જ લાઈટિંગ કરી અને પશ્ચિમ વિસ્તારમાં કેમ ઓરમાયું વર્તન તેમ જણાવી આ મુદ્દા પર પણ ચર્ચા કરવાની વાત કહેતા શાસક પક્ષના સભ્ય દિપક મિસ્ત્રી સહિત અન્ય સભ્યોએ વિરોધનો સુર પુરાવ્યો હતો.જ્યારે વિપક્ષના નેતા લાલભાઈ શેખ દ્રારા પશ્ચિમ વિસ્તારના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે નગરપાલિકા સુપરસીડ કરવાની માંગ કરવામાં આવી હતી.એલ.ઈ.ડી લાઈટ અંગે પણ સભા ગરમાઈ હતી જેમાં મુખ્ય અધિકારી સંજય સોનીએ એલ.ઈ. ડી લાઈટોનો પ્રોજેકટ નિષફળ ગયો હોવા તેવા પુરાવા આપ્યા હતાં.

ગેબેલિયન વોલ અને સેવન એક્સના મુદ્દે શાસક પક્ષ આંખ આડા કાન કરતો હોવાનો વિપક્ષે આક્ષેપ વિપક્ષે કર્યો હતો.જ્યાં ગેબેલિયન વોલ બનવામાં આવી છે ત્યાં નગરપાલિકા જો મંજૂરી આપે તો વિપક્ષ પોતાના ખર્ચે રેલિંગ લગાવશે તેવા દાવાઓ પણ કરવામાં આવ્યા હતાં.આજ રોજ મળેલી સામાન્ય સભામાં ઝીરો અવર્સમાં શાસક પક્ષને ઘેરવા વિપક્ષ તૈયારી કરીને આવી હોવાથી ઝીરો અવર્સમાં વિપક્ષ ના સભ્યો શાસક પક્ષ પર ભારી પડ્યા હતાં.

આખરે પક્ષ અને વિપક્ષની વિવિધ મુદ્દાઓ પર ચાલેલી તું તું મેં મેં બાદ સામાન્ય સભાના 55 મુદ્દાઓ પર મંજૂરીની મહોર લાગી સભા પૂર્ણ થઈ હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY