ટ્રેનમાં પણ હવે વિમાનની જેમ થેલામાં એકત્ર કરાશે કચરો

0
40

ન્યુ દિલ્હી,તા.૨૮
વિમાનોની જેમ હવે ટ્રેનમાં પણ કર્મચારી દરેક યાત્રી પાસે બેગ લઇને આવશે જેથી યાત્રીઓ ખાણી-પીણી બાદ બચેલી ખાલી પ્લેટો અને અન્ય કચરો રેલ કર્મીની બેગમાં ઠાલવી શકે. તેના કારણે ટ્રેનને સાફ રહેવામાં પણ મદદ મળશે અને કચરો સરળતાથી ભરી શકાશે.
હાલમાં વિમાનમાં આ પ્રકારની વ્યવસ્થા છે. જ્યાં વિમાનના ઊતરતાં પહેલાં એરહોસ્ટેસ દરેક યાત્રીની સીટ પાસે પોલિથિન બેગ લઇને જાય છે. જેથી યાત્રીઓ વધેલો સામાન તેમાં ફેંકી શકે. ભારતીય રેલવેના સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસ પહેલાં રેલવે અધિકારીઓની બેઠકમાં રેલવે બોર્ડના ચેરમેને આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવાના આદેશ આપ્યા હતા. ચેરમેનનું કહેવું હતું કે આ પ્રકારની વ્યવસ્થા હોવી જાઇએ જેથી યાત્રીઓએ ખાલી પ્લેટ અને અન્ય સામાન પોતાની સીટોની નીચે ન રાખવો પડે.
રેલવે સૂત્રોનું કહેવું છે કે હાલમાં આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી જેનું પરિણામ એ છે કે ભોજન કે નાસ્તો કર્યા બાદ યાત્રીઓ ખાલી પ્લેટ અ ઘણીવાર ટ્રેનના કોચ અત્યંત ગંદા થઇ જાય છે.
રેલવેનું કહેવું છે કે આ ને અન્ય સામાન પોતાની સીટ નીચે મૂકી દે છે. જેથી ઝાટકો લાગતાં તે વિખેરાઇ જાય છે. પરિણામ એ આવે છે કેવ્યવસ્થા શરૂ થતાં ફાયદો એ થશે કે ટ્રેનમાં સાફસફાઇ કરવામાં સમય પણ ઓછો લાગશે અને ટ્રેનના કોચ ગંદા નહીં થાય. આ ઉપરાંત જ્યારે કચરો એક બેગમાં એકત્ર થઇ જશે તો તેને એકઠો કરવો પણ સરળ થશે અને આ બેગને ટ્રેનમાંથી સરળતાથી ઉતારીને એવી જગ્યાએ લઇ જવાશે જ્યાંથી તેનો નિકાલ કરી શકાય.

 

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY