ઈમરાન ખાનના શાસનમાં પાક.માં લોકશાહીના મૂળ વધુ ઊંડા જશે : મોદી

0
13

ન્યુ દિલ્હી,તા.૩૧
પીએમ મોદીએ પાકિસ્તાનમાં સૌથી મોટાં પક્ષ તરીકે ઉભરી આવેલા તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના ૬૫ વર્ષીય નેતા ઈમરાનખાનને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ઈમરાન ખાનના શાસનમાં પાકિસ્તાનમાં લોકશાહીના મૂળ વધું ઉંડા જશે. નવી સરકાર લોક હિતમાં અને શાંતિ માટે કામ કરશે. તેવી ભારત આશા રાખી રહ્યું છે. ઈમરાન ખાન ૧૧મી ઓગસ્ટે શપથ ગ્રહણ કરશે.
પીએમ મોદીએ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડા ઈમરાનખાન સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અને આશા રાખી હતી કે તેમના શાસનમાં પાકિસ્તાનમાં લોકશાહીના મૂળ વધું ઉંડા જશે.
ઉલ્લેખનિય છે કે ૨૫ જુલાઈએ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૬૫ વર્ષીય ઇમરાન ખાનનાં નેતૃત્તવાળી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જાકે પીટીઆઈ પાસે હજુ પણ સરકાર બનાવવાનો મેજિક ફિગર નથી. આમ છતાં ઇમરાન ખૈનનું કહેવું છે કે તેઓ ૧૧ ઓગસ્ટના પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY