બુલેટ ટ્રેનમાં મહિલાઓ અને પુરુષો માટે હશે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા

0
64

ન્યુ દિલ્હી,તા.૩૧
સરકારે પ્રસ્તાવિક બૂલેટ ટ્રેનમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા કરવાની યોજના બનાવી છે.
નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરે ટ્રેનની ડિઝાઇનને આખરી ઓપ આપી દીધો છે. જા આ ડિઝાઇનને લાગૂ કરવામાં આવશે તો ભારતીય રેલના ઇતિહાસમાં આવું પહેલીવાર બનશે કે, ટ્રેનમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ ટોઇલેટની વ્યવસ્થા હશે.
અત્યાર સુધીમાં દરેક કોચમાં ચાર ટોઇલેટ હોય છે જેનો કોઇ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકતું હતુ. નવી બૂલેટ ટ્રેનમાં ટોઇલેટ વ્હિલચેરના આધાર પર સુવિધાજનક બનાવવામાં આવશે. અત્યાર સુધી દિવ્યાંગો માટે આવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી.
જ્યારે ટ્રેનમાં કપડાં બદલવા અને બાળકોને દુધ પીવડાવવા માટે અલગથી રૂમો હશે અને નાના બાળકોની દરેક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવશે.
ટ્રેનમાં બેબી ચેન્જીંગ રૂમથી લઇને, બેબી ટોઇલેટ સીટ, ડાયપર ડિસ્પોઝલ ટેબલ અને બાળકોના હાથ ધોવા માટે નાની ઉંચાઇના સિંક ઉપલબ્ધ હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY