મોટો ઉલટફેર : વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને રેકોર્ડબ્રેક ૩૮૧ રને હરાવ્યુ

0
14

૬૨૮ રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડ ૨૪૬ રનમાં ઓલઆઉટ,સ્પિનર રોસ્ટન ચેઝે બીજી ઇનિંગમાં આઠ વિકેટ ઝડપી
બ્રિઝટાઉન,તા.૨૭
ઓફ સ્પિનર રોસ્ટન ચેઝની આઠ વિકેટની મદદથી વેસ્ટઈન્ડિઝ બ્રિઝટાઇનમાં પ્રથમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડને ૩૮૧ રનથી પરાજય આપ્યો હતો. વેસ્ટઈન્ડિઝના ૬૨૮ રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે પોતાની અંતિમ છ વિકેટ માત્ર ૩૧ રન જાડીને ગુમાવી અને ટીમ ૨૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડનો પાંચ મેચોમાં જીતનો ક્રમ પણ તૂટી ગયો હતો.
ઘર આંગણે આ વેસ્ટઈન્ડિઝની રન પ્રમાણે સૌથી મોટી જીત અને ૯૧ વર્ષના પોતાના ટેસ્ટ ઈતિહાસમાં વિશ્વભરમાં ત્રીજી સૌથી મોટી જીત છે. ચેઝ કેનસિંગટન ઓવલની તૂટેલી પિચ પર ચોથા દિવસે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૬૦ રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. તેણે ઈંગ્લેન્ડના બેટ્‌સમેનોના ખરાબ શોટનો પણ ફાયદો મળ્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટઈન્ડિઝની પ્રથમ ઈનિંગના ૨૮૯ રનના જવાબમાં ૭૭ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે ત્યારબાદ બીજી ઈનિંગમાં ૬ વિકેટ પર ૪૧૫ રન બનાવીને ડિકલેર કર્યો હતો. અંતિમ સત્રમાં કાર્યવાહક વિકેટકીપર શાઈ હોપે ચેઝના બોલ પર સેમ કુરેનને સ્ટંપ કરીને વિન્ડીઝને જીત અપાવી હતી. આ મેચમાં બેવડી સદી ફટકારનાર વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્‌સમેન ૨૦ કરતા વધુ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજી ઈનિંગમાં ઓપનિંગ બેટ્‌સમેન રોરી બર્ન્સ (૮૪) સિવાય ઈંગ્લેન્ડનો કોઈપણ બેટ્‌સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. બેન સ્ટોક્સ (૩૪) અને જાની બેયરસ્ટો (૩૦) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવામાં અસફળ રહ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY