મધ્યપ્રદેશની સડકો અમેરિકાથી પણ સારી:કાર્તિકેય ચૌહાન

0
17

ભોપાલ,તા.૨
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન ગત વર્ષ અમેરિકા ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતુ કે મધ્યપ્રદેસની સડકો વોશિંગ્ટનથી સારી છે. હવે ફરી એકવાર શિવરાજસિંહ ચૌહાને શહડોલની જાહેરસભામાં અમેરિકામાં કરેલી ટીપ્પણીનો પુનરોચ્ચાર કર્યો છે.
શિવરાજસિંહ ચૌહાને કહ્યું છે કે તેઓ ફરીથી કહેવા ચાહે છે કે મધ્યપ્રદેશની સડકો અમેરિકાથી ઉતરતી નથી. આ વાત હવે માત્ર શિવરાજસિંહ ચૌહાન જ નહીં. પણ તેમના પુત્ર કાર્તિકેય ચૌહાન પણ દોહરાવા લાગ્યા છે. મધ્યપ્રદેશમાં વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણી સભાને સંબોધિત કરતા કાર્તિકેય ચૌહાને પણ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં સડકોની જાળ બિછાવાઈ રહી છે.
આજે મધ્યપ્રદેશ સડકોના મામલે નંબર વન છે. તેઓ છાતી ઠોકીને કહી શકે છે કે મધ્યપ્રદેશની સડકો અમેરિકાથી પણ સારી છે. તેમણે કહ્યું હતુ કે તેઓ અમેરિકા ગયા હતા અને તેમણે ત્યાં જાયું હતું. મધ્યપ્રદેશની સડકો એકસો ટકા સારી છે. શહડોલની રેલીમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને કહ્યું છે કે વર્ષોથી કોંગ્રેસ ગરીબી હટાવો કહેતી રહી છે. ઈન્દિરાજીએ કહ્યું, રાજીવ ગાંધીએ પણ કહ્યું. પરંતુ જણાવો કે શું કોંગ્રેસ ગરીબીને સમાપ્ત કરી શકી? શિવરાજસિંહે કહ્યું છે કે તેમને ગરીબીને સમાપ્ત કરવી છે અને મધ્યપ્રદેશના લોકોનું જીવનધોરણ બદલવું છે.઼

(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY