ન્યુ દિલ્હી,તા.૭
ઉત્તરાખંડ હાઇ કોર્ટના મુખ્ય જજ કેએમ જાસેફ તમામ વિવાદો બાદ આજે સુપ્રીમ કોર્ટમાં ત્રીજા ક્રમ માટે જસ્ટિસ તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક માટે ત્રણ જજાની યાદીમાં જસ્ટિસ જાસેફનું નામ ત્રીજા નંબર પર છે. તેમના પહેલા જસ્ટિસ ઇન્દિરા બેનર્જી પ્રથમ અને જસ્ટિસ વીનિત સરન બીજા ક્રમ પર છે. શપથ ગ્રહણ સમારોહનો પ્રારંભ કોર્ટરૂમમાં૧૦.૩૦ વાગ્યે થયો હતો અને સમારોહ સરળતાથી અને સાદાઇથી સંપન્ન કરાયો હતો.
ત્રણેય જસ્ટિસને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ અનેક જજાની ઉપસ્થિતિમાં શપથ લેવડાવ્યા હતા. ત્યારે હવે ત્રણ જજની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થયા બાદ કુલ જજની સંખ્યા ૨૫ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ બેનર્જી મદ્રાસ હાઇકોર્ટના.જસ્ટિસ સરન ઓડિશાના અને જસ્ટિસ જાસેફ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.
ઘણા જજાઓ જસ્ટિસ જાસફના મુદ્દાઓ પર વાત કરતા કહ્યું કે આ બાબતમાં વરિષ્ઠતાનું ઉલ્લંઘન નથી થયું. જજાનું માનવું છે કે જસ્ટિસ બેનર્જી અને જસ્ટિસ સરન જસ્ટિસ જાસફથી વરિષ્ઠતા ક્રમમાં ઉપર છે. જસ્ટિસ બેનર્જી અને જસ્ટિસ સરનની ૭ ઓગસ્ટ ૨૦૦૨ ના રોજ હાઇકોર્ટમાં જજ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ જાસફની ૧૪ ઓકટોબર ૨૦૦૪ના રોજ હાઈ કોર્ટના જજ તરીકેની નિમણૂક થઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





