ઉત્તરપ્રદેશ બનશે ઈલેક્ટ્રોનિક હબ, આઈટી કંપનીઓ કરશે ૪૧,૪૫૦ કરોડનું રોકાણ

0
20

લખનઉ,તા.૭
વસતીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશને હવે ઈલેક્ટ્રોનિક હબ તરીકે ઓળખ મળવા જઈ રહી છે. મહત્વનું છે કે, હાલમાં જ સંપન્ન થયેલી યુપી ઈન્વેસ્ટર સમિટ-૨૦૧૮માં ઉત્તરપ્રદેશને મળેલા ૬૦ હજાર કરોડ રુપિયાના રોકાણમાંથી ૪૧ હજાર ૪૫૦ કરોડનું રોકાણ સેક્ટરમાં આવ્યું છે.માનવામાં આવે છે કે, ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં સેક્ટરમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને તેમજ ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજી વિભાગના પ્રધાન ડા. દિનેશ શર્માના જણાવ્યા મુજબ આગામી ત્રણ વર્ષમાં રાજ્યના ૧.૫ લાખ યુવાનોને આ રોકાણ દ્વારા રોજગાર મળવાની શક્્યતા છે.
ઉત્તરપ્રદેશના સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરનારી કંપનીઓમાં રિલાયન્સ જિઓ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર દસ હજાર કરોડ રુપિયાની પોતાની યોજનાઓ શરુ કરશે. આ ઉપરાંત ત્રણ અન્ય કંપનીઓ ટેન્ગા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ફોસિસ લિમિટેડ અને મ્જીદ્ગન્ પાંચ-પાંચ હજાર કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. આ ઉપરાંત વન નાઈન સેવન કમ્યુનિકેશન લિમિટેડ ૩૫૦૦ કરોડનું રોકાણ કરશે અને પણ ૨૩૦૦ કરોડનું રોકાણ કરશે.
જાકે, નોઈડા અને ગ્રેટર નોઈડામાં મહત્તમ રોકાણની અપેક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલીક કંપનીઓએ લખનઉમાં બનેલી સિટી અને રાજ્યના અન્ય શહેરામાં પણ રુચિ દર્શાવી છે. ગત ત્રણ વર્ષમાં દેશમાં ૧૦૬ કંપનીઓએ રોકાણ કર્યું છે જેમાંથી ૪૭ ઉત્તરપ્રદેશમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય કેટલાંક શહેરોમાં પણ હબનું નિર્માણ કરવામાં આવશે. હાલમાં લખનઉ, મેરઠ અને આગરામાં કામ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં પણ પાર્ક બનાવવા માટે પરવાનગી આપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY