કેનેડા, યુરોપમાં ચાલી રહેલા ખાલિસ્તાની આંદોલન પાછળ પાકિસ્તાની કર્નલનો હાથ

0
14

ન્યુ દિલ્હી,તા.૭
લેફ્ટિનેન્ટ કર્નલ મહમુદ માલ્હી જેને પાકિસ્તાની સેનામાં ચૌધરી સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું મગજ કેનેડા અને કેટલાક યૂરોપીય દેશોમાં ચાલનારા આંદોલન રેફરેન્ડમ ૨૦૨૦ના પાછળ છે. આ આંદોલન મારફતે આ સમુદાય ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે. આ જાણકારી ભારતીય ખુફિયા એજન્સીએ આપી છે. ભારતીય જાસૂસોએ દાવો કર્યો છે કે તેઓએ માલ્હીના કોમ્ય્યુટરથી તે દસ્તાવેજ કાઢ્યા છે જેમાં રેફરેન્ડમ ૨૦૨૦ને લઈ વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયો છે.
આ રેફરેન્ડમ પાછળ હાલના અમેરિકા બેસ્ડ સિખ ફોર જસ્ટિસ સમૂહે સતત એ વાતને જાળવી રાખી છે, તેમની પહેલ પાછળ કોઈ ભયાવહ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નથી. તે ફક્ત આંતરરાષ્ટ્રીય સમ્મેલન મારફતે પોતાનો અધિકાર માંગી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે ચૌધરી સાહેબ આઈએસઆઈના લાહોરની સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટુકડી ૨૦૧૫થી પંજાબ-વિશિષ્ટ ગતિવિધિઓને પ્રાયોજિત કરી રહી છે. તેણે છેલ્લા બે વર્ષોથી પંજાબમાં મૃત્યુ પામેલા રાઈટ વિંગના હિન્દુ નેતાઓના મોત પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે.
ઉચ્ચ સુત્રોએ આ વાતથી મનાઈ નથી ફરમાવી કે લાહોર સૈન્ય ટુકડીનું ગુરદાસપુરના દીનાનગર શહેરમાં જૂલાઈ ૨૦૧૫ થયેલા આતંકી હુમલામાં અને ૨૦૧૬માં પઠાણકોટ એયરબેસ પર થયેલા ફિદાયીન હુમલામાં કોઈ હાથ ન હતો. લાહોરના વાપડા શહેરના નિવાસી ૪૫ વર્ષના શાહિદ મહમૂદ માલ્હી, તેમની તૈનાતી બલોચ રેજીમેન્ટની ૨૫મી બટાલિયનમાં ૧૨ ઓક્ટોબર ૧૯૯૫મા થઈ હતી. તેને ૧૦ ઓગસ્ટ ૨૦૧૨ પ્રમોશન આપીને લેફ્ટિનેન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY