રાજકોટમાં ૪૮ કલાકના અલ્ટીમેટમનો ઉલાળીયો, શાળા-કોલેજ, મોલ બહાર પાર્કિંગ યથાવત

0
11


રાજકોટ,તા.૨૦
રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા શાળા-કોલેજ અને મોલને ૪૮ કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જેને આજે ત્રણ દિવસ વીતી ગયા છે, છતાં પાર્કિંગ જોવા મળ્યું છે. કોર્પોરેશન કમિશનર અને પોલીસ કમિશનરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેરાત કરી હતી કે મોલ શાળા-કોલેજ બહાર ફૂટપાથ પર અડચણરૂપ વાહન પાર્કિંગ નહીં ચલાવી લેવાય અને જવાબદારોને નોટિસ આપવામા આવશે. જો કે આજે શાસ્ત્રી મેદાન સામે આવેલી કોલેજ બહાર શાળા કોલેજ દ્વારા બન્ને સાઇડની ફૂટપાથ પર પાર્કિંગ જોવા મળ્યું હતું.
બે દિવસથી કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં નાના ઓટલા તોડી કામગીરી બતાવવામાં આવી રહી છે. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, મોટી હોટેલને કેમ છૂટ આપવામાં આવે છે, યાજ્ઞિક રોડ પર ફાઇવ સ્ટાર કક્ષાની હોટલમાં કોઇ કામગીરી ન થઇ તે રોડ પર માત્ર ઓટલા તોડવામાં આવ્યા હતા તે સિવાય મોટી શાળા અને કોલેજની બહાર રસ્તા વચ્ચે પાર્કિંગ થઇ રહ્યું છે. સંચાલકો નિયમનો ઉલાળીયો કરી રહ્યા છે. છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી.
અહીં આવેલી કોલેજ ટ્રસ્ટ અને વગદારોની હોવાની ચર્ચા થઇ રહી છે. પોલીસને કોની શરમ નડે છે, શું જવાબદારોને નોટિસ મળશે તેવી પણ ચર્ચા થઇ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY