ઐાદ્યોગિકરણ અને ઝડપના આજના સમયમાં જિંદગીની પ્રત્યેક ક્ષણ અકસ્માતથી સંપૂર્ણ સલામત નથી જ. પોતાનું ઘર હોય, રસ્તા ઉપર વાહનમાં હોઇએ કે, કામનું સ્થળ હોય, તમામ જગ્યાએ કોઇને કોઇ ‘જોખમ’ તો રહેવાનું જ. આમ છતાં, આ બધી પરિસ્થિતિઅોની વચ્ચે પણ જિંદગીને વધુ સુંદર – સલામત બનાવવાની છે.
તહેવારના આનંદનો અતિરેક ક્યારેક આખી જિંદગી દુઃખી બનાવી દે છે, તો કેટલીક સામાન્ય લાગતી બેદરકારી પણ જિંદગીભરની ખોટ આપી જાય છે. સમયસર એક નાનકડી ભૂલ સુધારી લેવાય કે સમયસર સુરક્ષાની તકેદારી રાખવામાં આવે તો અનેકના જાનના રક્ષણની સાથે સાથે માલ / મિલકતનું પણ રક્ષણ થાય છે.
ઐાદ્યોગિક અકસ્માતો કેટલી હદ સુધી ભયાનક રીતે તબાહી લાવી શકે છે, તેનો અનુભવ, આપણે ભોપાલની યુનિયન કાર્બાઇડ કંપનીમાં થયેલી ગેસ લીકેજ દુર્ઘટનામાં કરી લીધો છે. કોઇ પણ વ્યક્તિ માટે દરેકે દરેક ક્ષેત્રમાં સુરક્ષા સર્વ પ્રથમ બાબત છે અને તેથી જ કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા સ્થપાયેલ નેશનલ સેફ્ટી કાઉન્સિલના સ્થાપના દિન – ૪ માર્ચને દર વર્ષે ‘‘નેશનલ સેફટી ડે’’ (રાષ્ટ્રીય સુરક્ષા દિન) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે નેશનલ સેફટી કાઉન્સિલ દ્વારા ‘સુરક્ષા અને આરોગ્ય’ નો સંદેશો દરેક ક્ષેત્ર સુધી પહોîચતો કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં કુલ ૨૯,૬૪૮ કારખાનાંઅો કારખાનાધારા હેઠળ હાલમાં નોîધાયેલા છે. જેમાં ૯,૨૭,૭૩૩ શ્રમયોગીઅો કામ કરી રહ્ના છે. આ કારખાનાઅોમાંથી ૪પપ૯ કેમિકલ કારખાનાં છે, તેમાંથી ૪૩૧ મેજર એક્સિડન્ટ હેઝાડર્સ (એમએએચ) પ્રકારનાં છે. ગુજરાત આવા મેજર એક્સિડન્ટ હેઝાડર્સ કારખાનાઅોમાં દેશભરમાં બીજા સ્થાને છે. ઐાદ્યોગિક સુરક્ષા અને આરોગ્યને લગતી બાબતોના કાયદાઅોના અમલ માટે રાજ્યમાં ડાયરેકટર અોફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરી કાર્યરત છે.
કારખાનાઅોમાં અકસ્માત અટકાવવા, ઘટાડવા માટે શ્રમ – રોજગાર વિભાગ હેઠળની કારખાના વીંગના અધિકારીઅો કારખાનાઅોની નિયમિત રીતે તપાસણી કરી શ્રમિક સુરક્ષા અને આરોગ્યની ચકાસણી કરે છે અને આ સંદર્ભે ઐાદ્યોગિક ગૃહોના માલિકોને સૂચનાઅો પણ આપે છે. આ ઉપરાંત જરૂર પડે તો કાયદેસરનાં પગલાં પણ ભરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં તંત્ર દ્વારા આ રીતે ૩૧૦૧ કારખાનાઅોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં એકંદરે વધુ પ્રમાણમાં અતિ જાખમી પ્રકારનાં કેમિકલ કારખાનાઅો છે. આવા મેજર એક્સિડન્ટ હેઝાડર્સ પ્રકારના કારખાનાઅો પાસે તેમાં રખાતા જાખમી કેમિકલના જથ્થા અને ઉત્પાદનની પ્રક્રિયાને ધ્યાને રાખી સંભવિત અકસ્માત, ભયજનક બનાવો ન બને અને બને તો સંકટ સમયે લેવાનાં ઇમરજન્સી – તકેદારીનાં પગલાઅોનું ચોક્કસ આયોજન કરાવવામાં આવે છે. ‘‘અોન સાઇટ પ્લાન’’ તરીકે અોળખાતા આ આયોજનમાં કારખાનેદાર દ્વારા તેનું રીહર્સલ પણ કરાવવામાં આવે છે. કેમિકલ કારખાનાઅોમાં સકટ સમયે આસપાસનાં અન્ય કારખાનાઅોની માનવશક્તિ – સાધનની પણ મદદ મળી રહે તે માટે તેમની વચ્ચે પરસ્પરની મદદના કરાર પણ કરાવવામાં આવે છે. કેમિકલ કારખાનાઅોમાં સુરક્ષા અને આરોગ્યનું સ્થળ જળવાઇ રહે તે માટે શ્રમયોગી અને મેનેજમેન્ટના સભ્યોની બનેલી સેફ્ટી કમિટીની પણ રચના કરવામાં આવતી હોય છે. ૧૦૦૦થી વધુ શ્રમયોગી હોય તેવા કારખાનાઅોમાં મેજર હેઝાડર્સ કેમિકલ કારખાનાઅોમાં ૧૦૦ થી વધુ શ્રમયોગીઅો હોય તો સેફ્ટી અોફિસરની પણ નિયુક્તિ કરવામાં આવે છે. હવે, જાખમી કેમિકલના કારખાનાઅોમાં સેફ્ટી અોડિટ પણ કરાવવું જરૂરી બન્યું છે.
જાખમી – કેમિકલ કારખાનાઅોમાં અકસ્માત – ભયજનક બનાવ કારખાનાના કાબુ બહાર જાય તો તેની ઉપર કાબુ મેળવવા માટે અને લઘુત્તમ નુકશાન થાય તે માટે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને કારખાના નિરીક્ષકના સભ્યસચિવ પદે ‘ડિસ્ટ્રીકટ ક્રાયસીસ ગૃપ’ની રચના કરવામાં આવી છે. તેમના દ્વારા તૈયાર કરાયેલા ‘‘અોફ સાઇટ’’ ઇમરજન્સી પ્લાનનું પણ રીહર્સલ કરવામાં આવે છે.
કેમિકલના કારણે શ્રમયોગીના આરોગ્ય ઉપર ખરાબ અસર ન થાય તે માટે પણ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે છે. આ માટ કારખાનાના ડોકટર તથા તંત્રના સર્ટિફાઇડ સર્જન દ્વારા નિયમિત શારીરિક તપાસ કરી વિગતોનો રેકોર્ડ રાખવામાં આવે છે.
રાજ્યમાં ઐાદ્યોગિક વિકાસની સાથે સાથે કારખાનાંઅોની સંખ્યા પણ પ્રતિ વર્ષ વધી રહી છે. જ્યારે સુરક્ષા બાબતે વધુ સજાગતાના કારણે પ્રાણઘાતક અકસ્માતોમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્ના છે. ગત ૨૦૦૨ના વર્ષમાં ૨૧૮ પ્રાણઘાતક બનાવોમાં ૨૩૦ વ્યક્તિઅોનાં મોત થયાં હતાં, જ્યારે ગત ૨૦૦૪ના વર્ષમાં ૨૦૫ પ્રાણઘાતક અકસ્માતોમાં ૨૨૧નાં મૃત્યુ થયાં છે.
કોઇ પણ કારખાનામાં કામ કરતાં, માલ વહન કરતાં, રસાયણો સાથે પ્રક્રિયા કરતાં, વેલ્ડિંગ-કટિંગ-ગ્રાઇન્ડિંગ કરતાં, ઇલેક્ટ્રિક કામ કરતાં કે અન્ય કોઇ કામ કરતાં નાનાં – મોટાં જાખમો રહેતાં જ હોય છે. આ સંદર્ભે વ્યક્તિગત સુરક્ષા દાખવવી અત્યંત જરૂરી છે. સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી શુઝ, હાથમોજાં, ગોગલ્સ, ડસ્ટ માસ્ક જેવાં સાધનોનો ઉપયોગ કરી જાખમ ઘટાડી શકાય.
ખોદકામ કરતાં, ઉર્જા સંચાલિત ઉપકરણો સાથે કામ કરતાં, છત ઉપર ઊંચાઇએ કામ કરતાં, વાહન વ્યવહાર દરમ્યાન, આગ દરમ્યાન, અવાજ-ઘોîધાટના સમયે, વીજળી કામ વગેરે જેવાં અનેક કામના પ્રકારોમાં વિવિધ પ્રકારની સુરક્ષાઅો – તકેદારી જરૂરી છે. તેનું પાલન કરીશું તો ‘સ્વ’ના રક્ષણની સાથે સાથે અન્યોનું પણ રક્ષણ થશે અને લાખો – કરોડો રૂપિયાની માલમિલકતને પણ બચાવી શકીશું. જરૂર છે કેટલીક સામાન્ય તકેદારીની – સુરક્ષાના દ્દષ્ટિકોણને અપનાવવાની – સમયસરનાં પગલાંની.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








