કરાંચી,
તા.૨૪/૦૩/૨૦૧૮
પાકિસ્તાનના આકર્ષક અને આક્રમક ઓલ-રાઉન્ડર શાહીદ આફ્રિદીનું માનવું છે કે ભારતીય ક્રિકેટરોને પણ પાકિસ્તાન સુપર લીગ (પી. એસ. એલ.)ની ટી-૨૦ સ્પર્ધામાં રમવા માટે આમંત્રવા જાઈએ.
પોતાના નામના ફાઉન્ડેશનના લાહોર ખાતેના કાર્યક્રમમાં બોલતા ભૂતપૂર્વ કેપ્ટન આફ્રિદીએ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટરો કોન્ટ્રાક્ટ હેઠળ છે જેઓએ ફક્ત આઈ. પી. એલ. (ઈન્ડયન પ્રીમિયર લીગ)માં રમવાનું રહે છે અને વિદેશની ટી-૨૦ લીગમાં ભાગ લેવાની પરવાનગી રહેતી નથી, પણ પાકિસ્તાનના ક્રિકેટ સત્તાવાળાઓએ તેઓને હવે પછીની પી. એસ. એલ.માં રમવા બોલાવવા માટે પ્રયાસ કરવા જાઈએ.
ભારત ૨૦૦૮થી પાકિસ્તાન જાડે દ્વિવાર્ષિક ક્રિકેટ શ્રેણીમાં રમ્યું નથી. આફ્રિદીને ત્રીજા વર્ષની પી. એસ. એલ. સ્પર્ધામાં રમતી વેળા ઈજા થઈ હતી કે જે કારણે તેની ટીમ કરાચી કિંગ્સ ફાઈનલ સુધી પહોંચવામાં નિષ્ફળ ગઈ હતી.
તેણે કહ્યું હતું કે સ્પર્ધાની નોક-આઉટ અને ફાઈનલ મેચમાં વધુ સંખ્યાના વિદેશી ખેલાડી રમવા આવે તે સારી વાત છે, પણ ભવિષ્યમાં એવા જ ખેલાડીઓને સ્પર્ધામાં રમવા માટે આમંત્રણ અપાવું જાઈએ જેઓ જરૂર પડતા પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર હોય.
આફ્રિદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ફક્ત એવા વિદેશી ક્રિકેટરોને પી. એસ. એલ.માં રમવા માટે આમંત્રવા જાઈએ જેઓ આંતરરાષ્ટÙીય ક્રિકેટને યોજવા માટે પાકિસ્તાનની જરૂરત અને તેના અધિકારને સમજી શકતા હોય.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"