સલામતી એ માનવ જીવનની જીવાદોરી છે

0
160

અત્યારે સંશોધન તથા આધુનિકરણને લઇને ઔદ્યોગિક ક્ષેત્રે આપણો દેશ ખૂબ ઝડપી વિકાસ કરી રહ્ના છે. પરંતુ સાથે સાથે ઉદ્યોગો તેમજ જાહેર જીવનમાં થતાં અકસ્માતોની સંખ્યા તેમજ તેથી થતાં નુકસાનમાં પણ વધારો થઇ રહ્ના છે એ પણ એક હકીકત છે.
ઉદ્યોગમાં થતી વિવિધ રાસાયણિક ­ક્રિયાઅો તેમજ તેમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પદાર્થોની સીધી અસર તે ઉદ્યોગોમાં કામ કરતાં કર્મચારીઅો ઉપરાંત તેનાથી થતા પર્યાવરણ ­દુષણ દ્વારા સામાન્ય જનજીવન પર પણ થાય છે. કેટલાક જાખમી પદાર્થોની હાનીકારક અસર ઘણા સમય બાદ જાવા મળે છે અને ત્યારે ખૂબ જ મોડું થઇ ગયું હોય છે.
અત્યારે સમયની સાથે જનજીવન પણ આધુનિકરણ તરફ દોટ મુકી રહ્નાં છે. શહેરોમાં ઉંચા ઉંચા મકાનો, જેમાં અગત્યની જરૂરી સવલતો દા.ત. હાઇડ્રન્ટ સીસ્ટમ, ઇમરજન્સી લેડર, એલાર્મ, વગેરે સુવિધાનો અભાવ. ઘર વપરાશની ચીજામાં આધુનિકરણ, નવીનતા વગેરેના વપરાશની અણઆવડતને લીધે થતી મોટી દુર્ઘટના પણ આપણે જાઇએ છીએ. અત્યારે વધતી જતી પેટ્રોલની માંગ અને વાહનમાં બિન સત્તવાર વપરાતા (એલપીજી) ગેસના બાટલા, જે નાના મોટા અકસ્માતા સર્જે છે. પરંતુ જા થોડી સાવધાની રખાય તો વાપરવાની સુરક્ષિત પદ્ધતિથી અકસ્માત કે દર્ઘટના ટાળી શકાય છે.
ભારતમાં ઉદ્યોગોનાં રોજના લગભગ ૮૦૦ કર્મચારીઅો અકસ્માતોને કારણે ઇજાગ્રસ્ત થાય છે. તેમજ રોજના બે થી ત્રણ કર્મચારીઅો મૃત્યુ પામે છે. આ ઉપરાંત અકસ્માતોને કારણે થતું માલસામાન, મશીનરી વિગેરેનું નુકસાન તથા અન્ય વિવિધ આડકતરો ખર્ચ મળીને વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ ભોગવવો પડે છે. આ એક રાષ્ટÿીય નુકસાન છે. તેમજ અકસ્માતનાં મીઠાં ફળ તેમના કુટુંબીજનોએ અને સમગ્ર સમાજે ભોગવવા પડે છે.
આવું રાષ્ટÿીય નુકસાન તથા બીનજરૂરી યાતનાઅો અટકાવવા દરેક સ્તરે સઘન કાર્ય કરવાની જરૂર છે. કારખાનાનાં સંચાલકો, કર્મચારીઅો, જાહેર જીવનની સંસ્થાઅો, દુકાનદારો, પેટ્રોલ પંપ ધારકો તેમજ જનસમુદાયે સાથે મળીને આ દિશામાં નક્કર પગલા ભરવાની ખાસ જરૂર છે. અકસ્માતો સંપૂર્ણપણે નિવારાય તેમજ ­દુષણ રહીત જનજીવન બને તે માટેના આયોજનની સહુની સહિયારી જવાબદારી છે.
અકસ્માતોની ­દુષણની તથા દુર્ઘટનાની સામાન્ય જનજીવન ઉપર થતી વિપરીત અસરો તેમજ તેને અટકાવવા માટેના જરૂરી પગલા લેવા અંગે સમાજ જાગૃત થાય એ ધણું જ આવશ્યક છે. આ માટે સરકાર ઉપર આઘાર ન રાખતાં દરેક નાગરિકે ­ચાર માધ્યમોની સહાયતાથી જનજાગૃતિ લાવવાના ­યત્નો હાલ ધરવાની જરૂર છે.
ઉદ્યોગો કરતા પણ વધુ અકસ્માતો ઘરોમાં અને રસ્તાઅો પર થાય છે. આ અકસ્માતોને નિવારવા માટે સુરક્ષા અંગે સભાના કેળવવાની ખાસ જરૂર છે. ખામીભર્યા ઇલેક્ટ્રીકના જાડાણો, સાધનોથી, ગેસનો બાટલો ફાટવાથી, પેટ્રોલ નજીક બીડી પીવાથી, રસ્તા પરના અકસ્માતો માટે માણસ પોતે જ જવાબદાર છે. આ માટે માત્ર કાયદાઅો ઘડવાથી જ કામ પૂરૂં થઇ જતું નથી, પરંતુ કાયદાનો કડક અમલ થાય, ઘરોમાં અને રસ્તાઅો ઉપર સુરક્ષા અંગેના રસ્તાઅો ઉપર સુરક્ષા અંગેના જરૂરી સાધન સગવડોનો અસરકારક અને યોગ્ય ઉપયોગ થાય તેવું કાર્યકારી તંત્ર ઉભું કરવું જાઇએ અને તે માટે જનજાગૃતિ કેળવવાની જવાબદારી સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઅોની છે, માનવ જાતની છે.
આ જનજાગૃતિ કેળવવાના ­યત્નોના ભાગરૂપે સુરક્ષાની વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ તાલીમ કાર્યક્રમોનો સમગ્ર જનસમુદાય પુરેપુરો લાભ લે અને કોઇપણ જાતનો અકસ્માત અટકાવવા પોતાનાથી બનતું કરે અથવા સુરક્ષા ­ત્યે સભાનતા કેળવે.
અકસમાત નિવારણ અને માનવતાની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, સામાજીક જવાબદારીની દ્રષ્ટિએ જરૂરી છે. કોઇપણ અકસ્માતથી સમાજને તેના કુટુંબને તેમજ સમગ્ર દેશને પારાવાર નુકસાન ભોગવવું પડે છે. આ નુકસાનથી બચવા માટે દરેક નાગરિકે સુરક્ષાને લગતા વિવિધ સામાન્ય નિયમોનું પાલન કરવું જરૂરી બને છે.
-શ્રી સી. પી. દોશી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY