ધાર્મિક સ્થળો માટે ‘સુપ્રીમ’ આદેશ,”દાન કે ચઢાવાની રકમનો સદુપયોગ થાય તે જરૂરી”

0
25

ન્યુ દિલ્હી,તા.૨૩
ધાર્મિક સ્થળો અને ચેરિટેબલ સંસ્થાઓની સફાઈ, જાળવણી, સંપતિ અને એકાઉન્ટ સંબંધમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે જિલ્લા જજાને આ સંબંધી ફરિયાદોની તપાસ કરવા માટે ધાર્મિક સ્થળોનો રિપોર્ટ હાઈકોર્ટમાં મોકલવામાં આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટને માનવા આદેશ આપ્યો છે. જેના આધારે હાઈકોર્ટ પોતાનો યોગ્ય નિર્ણય લઈ શકે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ તમામ મંદિર, મસ્જીદ, ચર્ચ અને અન્ય ધાર્મિક ચેરીટેબલ સંસ્થાઓને પણ લાગુ પડશે. નિવૃત જજ જસ્ટીસ આદર્શ ગોયલ અને જસ્ટીસ અબ્દુલ નજીરે આ મહત્વનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બેંન્ચે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે, ધાર્મિક સ્થળે આવતા લોકોની સમસ્યાને જાતા મેનેજમેન્ટની ઉણપ, સાફ સફાઈ, સંપતિની દેખરેખ અને દાન કે ચઢાવાની રકમનો સદુપયોગ થાય એ જરૂરી છે.
જેના પર ફક્ત રાજ્ય અને કેન્દ્ર સરકારને જ નહીં પણ કોર્ટ માટે પણ વિચારવા લાયક મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ૨૦ લાખથી વધુ મંદિર, ૩ લાખ મસ્જીદ અને હજારો ચર્ચ છે.
ભારતમાં આશરે ૨૦ લાખ પ્રમુખ મંદિર,ત્રણ લાખ મસ્જીદ,હજારો ચર્ચ આવેલા છે તેને જાતા ન્યાયિક વ્યવસ્થા માટે આ કામ આસાન નથી. એમિક્સ ક્્યૂરી અને ગોપાલ સુબ્રમણ્યમે કોર્ટને જણાવેલ કે, માત્ર તામિલનાડુંમાં જ ૭૦૦૦ પ્રાચીન મંદિર આવેલા છે.
શ્રાઇન-સંસ્થાઓની અનૌપચારીક પ્રકૃત્તિ અને તેના પ્રબંધન માટે નિયમોનો મોટો પડકાર રહેલો છે. જજાની અછત સામે ઝઝૂમી રહેલી અદાલતને મળતી ફરિયાદની સૂનાવણી માટે સ્થાનીક પ્રશાસનની જરૂર પડી શકે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY