આજ રોજ ભરૂચ ની એમિટી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા
સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી.

સ્વરક્ષણ તાલીમમાં મુંબઈના ટ્રેનર અનુરાગ દુબે દ્રારા વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ અંગેની ટેકનીક શીખવવામાં આવી હતી.જયારે વિક્કી સીંગ દ્રારા હાલના મોબાઈલ અને કમ્પ્યુટર ના યુગમાં સાયબર ક્રાઈમ કઈ રીતે દુરઉપયોગ કરે છે તે વિષય પર સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે સાથે ગુજરાત રાજ્યની ઈમરજન્સી સેવા ૧૦૮ ની ટીમ દ્રારા પણ ઇમરજન્સી સેવાઓમાં ૧૦૮ કઈ રીતે કામગિરી કરે છે અને તેમાં બચાવ માટે ક્યાં ક્યાં સાધન હોય છે તેની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીનિ ઓને આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ તથા એમિટી સ્કૂલના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




