ભાવનગરના ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનના નવા મકાનનું ખાતમુહુર્ત કરાયુ .

0
160

ભાવનગર;શનિવાર;ગઈ કાલે મોડી સાંજે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા  રૂપિયા ૧.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભાવનગરના ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનના નવા મકાનનું ખાતમુહુર્ત કરાયુ  હતુ.

આ પ્રસંગે માન. મંત્રી શ્રીમતી દવેએ જણાવ્યુ હતું કે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના નવા મકાન માં ૨૨ રૂમો ની સુવિધા હશે બે હજાર વાર એરીયામાં બે હજાર બસો સ્ક્વેર ફૂટ બાંધકામ કરવામાં આવશે.મારા વિધાનસભા વિસ્તારમાં કોઈપણ પ્રકારની અસામાજીક પ્રવ્રુત્તિ ચાલતી હોય તો લોકો મારો સીધો જ સંપર્ક કરી શક્શે આ પ્રકારની અસામાજીક પ્રવ્રુત્તિ કડક હાથે હું ડામી દઈશ મારા વિસ્તારમાં ખોટી દાદાગીરી કરી અને લોકોને રંજાડનારો  કોઈ દાદો ન હોય અને જો હોય તો લોકોએ મને ખાનગીમા તેની વિગતો આપવી આવા લોકોની સાન ઠેકાણે લાવી દઈશ. તેમણે ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર મેડમ જે. એમ. ચાવડાના મોં ફાટ વખાણ કરી તેમને સિંઘમ તરીકે ઓળખાવ્યા હતા અને ઉમેર્યુ હતું કે ભરતનગર પોલીસ સ્ટેશનને સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં મેયરશ્રી મનહરભાઈ મોરી, નાયબ મેયરશ્રી અશોક બારૈયા, સ્થાયી સમિતીના અધ્યક્ષશ્રી યુવરાજસિંહ ગોહિલ, મહિલા અને બાળ કલ્યાણ વિકાસ નિગમના ડીરેકટરશ્રી પ્રભાબેન પટેલ, શહેર અગ્રણીશ્રી સનત મોદી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ માલ, મહિલા પોલીસ ઈન્સ. જે. એમ. ચાવડા, પોલીસના અધિકારી/કર્મચારી, મ. ન. પા. ના સ્થાનિક કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશ મહેતાએ કર્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY