૬૩,૧૮૨ કિલો અનાજ તથા ૩૨,૩૧૮ નંગ કપડા અને વિવિધ સામગ્રી એકઠી કરાઇ.
પ્રદેશ મીડિયા સેલની યાદી જણાવે છે કે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલા વિનાશક પૂરથી અસર પામેલા અસરગ્રસ્તો માટે પ્રદેશ ભાજપા તરફથી દરેક જિલ્લા/મહાનગર ખાતે પૂરરાહત સામગ્રી એકઠી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ચોખા, ઘઉં, ચણા, દાળ જેવા ધાન્ય અનાજ લગભગ ૬૩,૧૮૨ કિલોગ્રામ તથા સાડી, ધોતી, ચાદર, ટુવાલ જેવા કપડા અને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ૩૨,૩૧૮ નંગ એકઠા કરવામાં આવ્યાં છે.
સુરત શહેર અને કચ્છ જિલ્લામાંથી રાહત સામગ્રીની કીટ કેરળ રવાના કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લા-મહાનગરો ખાતે એકઠી થયેલી રાહત સામગ્રી આગામી દિવસોમાં મોકલવામાં આવશે.
દક્ષિણ ઝોનમાં ૭૨૦૦ કિલો અનાજ અને ૮,૦૦૦ નંગ કપડા, ઉત્તર ઝોનમાં ૪૩,૨૬૦ કિલો અનાજ અને ૯,૯૬૨ નંગ કપડા, સૌરાષ્ટ્રઝોન ૧૨,૭૨૫ કિલો અનાજ અને ૧૧,૦૫૬ નંગ કપડા તથા મધ્યઝોનના જિલ્લાઓમાં ૩૩૦૦ નંગ કપડા એકઠા કરવામાં આવ્યાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



