સાત મહિનાની બાળકીને અપશુકનિયાળ માની માતાએ જ મારી નાંખી

0
11

ન્યુ દિલ્હી,તા.૨
સાઉથ દિલ્હીનાં હજરત નિજામુદ્દીનમાં ૨૭ વર્ષની એક મહિલાએ તેની સાત મહિનાની બાળકીનું ગળુ દબાવીને હત્યા કરા નાંખી છે. મહિલાનું કહેવું છે કે, બાળકી તેમનાં પરિવારની તમામ પરેશાનીનું કારણ હતી. પોલીસે જણાવ્યું કે, ૨૦ ઓગષ્ટનાં દિવસની આ ઘટના છે. આરોપીઓની ઓળખ આબિદા ખાન તરીકે થઇ છે.
સાઉથ ઇસ્ટ પોલીસ ચિન્મોય બિસ્વાલે જણાવ્યું કે, મહિલાએ પહેલાં પોલીસને કહ્યું કે, બાળકી બાલટીમાં ડુબીને મરી ગઇ. તેણે કહ્યું કે, પોસ્ટમોર્ટમમાં બાળકીનું ગળું દબાવ્યાંની વાત સામે આવી હતી. જ્યારે બાદમાં પુછપરછ કરવામાં આવી ત્યારે મહિલાએ પોતાનો આરોપ સ્વિકારી લીધો હતો. અને જણાવ્યું કે, તેણે દુપટ્ટાથી બાળકીનું ગળુ દબાવ્યું હતું.
ડીસીપીનાં જણાવ્યું મુજબ, મહિલાએ આપેલાં નિવેદન મુજબ, તેણે પહેલાં બાળકીનું ગળુ દબાવ્યું અને પછી તેનું શબ પાણી ભરેલી ડોલમાં નાંખી દીધુ. જે બાદ તે આમ તેમ દોડા દોડ કરવા લાગી. તેનો પતિ દરજી છે તે તેની દુકાન પર ગઇ અને તેને કહ્યું કે તેની દીકરીનું પાણીની ડોલમાં ડુબી ગઇ છે. ત્યાંથી બંને બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY