ન્યુ દિલ્હી,તા.૨
દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં હાથ અજમાવી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે ૨૦૧૯મા લોકસભા ચૂંટણી લડશે. કન્હૈયા કુમાર બિહારની બેગુસરાય લોકસભા સીટ પરથી સીપીઆઈની ટિકિટ પર ચૂંટણી લડશે. કન્હૈયાને બેગુસરાયથી લડવાને લઇ તમામ વામપંથ પાર્ટી એકમત છે.
બિહારના સીપીઆઈ મહાસચિવ સત્યનારાયણ સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે કન્હૈયાને બેગુસરાયથી ચૂંટણી લડવાને લઇ વામપંથી દળોની વચ્ચે પટનાથી દિલ્હી સુધીમાં એક મત બની ચૂકયો છે.
સત્યનારાયણ સિંહે કહ્યું કે બેગુસરાય લોકસભા સીટ પરથી કન્હૈયા મહાગઠબંધનના ઘટક દળ આરજેડી, કાંગ્રેસ, હમ અને વામપંથી પાર્ટીઓનો ઉમેદવાર હશે. કન્હૈયા બેગુસરાયથી ઉમેદવાર આરજેડી સુપ્રીમો લાલ પ્રસાદ યાદવ સાથે વાત થઇ ચૂકી છે. તેને લઇ સત્યનારાયણ સિંહે કહ્યું કે સૈદ્ધાંતિક રીતે લાલુએ બેગુસરાયથી કન્હૈયાને ઉમેદવાર બનાવાનું સમર્થન કર્યું છે. જા કે તેને લઇ હજુ કોઇ ઔપચારિક વાતચીત કે જાહેરાત કરાઈ નથી.
હાલ બેગુસરાય સીટ પર ભાજપનો કબ્જા છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ભોલા સિંહ અહીંથી ચૂંટણી જીતે છે. તેમણે પોતાના નજીકના હરિફ આરજેડી ઉમેદવાર તનવીર હસનને અંદાજે ૫૮૦૦૦ વોટોથી હરાવ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





