ચેન્નાઈ,તા.૫
તમિલનાડુના બહુચર્ચિત ગુટખા સ્કેમ સાથે જાડાયેલા મામલામાં સીબીઆઈ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ ચેન્નઈમાં તમિલનાડુના આરોગ્ય પ્રધાન સી. વિજયભાસ્કર, ડીજીપી રાજેન્દ્રન અને અન્ય મોટા અધિકારીઓના મકાન પર દરોડાની કાર્યવાહી કરી છે. માત્ર ચેન્નઈ જ નહીં પણ બેંગાલુરુ અને મુંબઈમાં પણ ગુટખા ગોટાળાના મામલે દરોડાની કાર્યવાહી કરી છે.
સીબીઆઈ દ્વારા સવારે સાત વાગ્યે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ચેન્નઈના લગભગ ત્રીસ ઠેકાણાઓ પર સીબીઆઈની ટીમે એકસાથે દરોડા પાડયા હતા. આમા રાજ્યના આરોગ્ય પ્રધાન અને ડીજીપી સિવાય અન્ય મોટા પોલીસ અદિકારીઓનો પણ સમાવેશ થાય છે. આરોપ છે કે નેતાઓ અને પોલીસ અધિકારીઓએ ગુટખા સ્કેમમાં લગભગ ત્રીસ કરોડ રૂપિયાની લાંચ ખાધી છે.
મહત્વપૂર્ણ છે કે આઠમી જુલાઈ-૨૦૧૭ના રોજ ગુટખા સ્કેમનો મામલો ઉજાગર થયો હતો. તે વખતે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તમિલનાડુમાં સતત દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે પાન-મસાલા અને ગુટખાના ઉત્પાદકોના સેન્ટરો અને મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે વખતે લગભગ અઢીસો કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની જાણકારી મળી હતી. આ વર્ષે એપ્રિલમાં મદ્રાસ હાઈકોર્ટે સીબીઆઈને ગોટાળાની તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલાને લઈને ડીએમકેના નેતાઓ દ્વારા એઆઈએડીએમકે પર આરોપ લગાવ્યો હતો. આ મામલાની સીબીઆઈ તપાસની માગણી સાથે અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






