બંધારણ લાગુ કરો નહીંતર ખુરશી ખાલી કરો : સાવિત્રીબાઈ ફૂલે

0
41

બહરાઈચ,તા.૫
યુપીની બહરાઈચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલે દ્વારા એસસી-એસટી એક્ટ વિરુદ્ધ થઈ રહેલા સવર્ણોના દેખાવોને લઈને સવાલ ઉઠાવ્યો છે. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલે પોતાની જ પાર્ટીના નેતાઓ અને પ્રધાનો પર વરસ્યા છે. તેમણે કહ્યું છે કે બંધારણ લાગુ કરો નહીંતર ખુરશી ખાલી કરો. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ કહ્યું છે કે તેઓ બંધારણની જાગવાઈઓ હેઠળ સાંસદ છે. બંધારણ સુરક્ષિત રહેશે. તો તેમને ફરીથી સાંસદ બનવાથી કોઈ રોકી શકશે નહીં. તેઓ પાર્ટી અને લોકસભામાં સમાનપણે વાત રજૂ કરે છે. ત્યારબાદ પણ આવી વાતને અવગણવામાં આવે છે.
બંધારણ સુરક્ષિત રહે અને અનામત યથાવત રહે. ફૂલેએ કહ્યું છે કે જ્યાં સુધી દેશભરમાં સંપૂર્ણપણે બંધારણ લાગુ નહીં થાય. ત્યાં સુધી તેઓ પોતાની વાત ઉઠાવતા રહેશે. તેઓ પોતાની વાત માટે પોતાની મુહિમ ચાલુ રાખશે. તેમણે કહ્યું છે કે અમારી સરકાર બંધારણ લાગુ કરી રહી નથી.
સાવિત્રીબાઈ ફુલેએ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેના બંધારણ અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના અનામત સંદર્ભેના નિવેદનોના બહાને પોતાની પાર્ટી ભાજપને આરોપીના પાંજરામાં ઉભી કરી દીધી છે. એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ કહ્યું છે કે સવર્ણ સમાજ એસસી-એસટી એક્ટને લઈને ષડયંત્રને કારણે સડક પર ઉતરી રહ્યો છે.
આ એક્ટ પર સુપ્રીમ કોર્ટના સંશોધનને ઉલાટાવતા કેન્દ્રની તેમના પક્ષની સરકારે લોકસભામાં બિલ પારીત કરાવીને તેની જૂની સ્થિતિ બહાલ કરી છે. પરતું તેને નવમી અનુસૂચિમાં નાખ્યું નથી. તેને નવમી અનુસૂચિમાં નાખવું જાઈતું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY