ગાંધીનગર,
તા.૭/૩/૨૦૧૮
સસ્તા અનાજના વેપારીઓની છેલ્લા ૬ દિવસથી ચાલતી હડતાલનો મંગળવારે મોડીરાત્રે સરકાર સાથેના સમાધાન બાદ સુખદ અતં આવ્યો છે અને બુધવારે સવારથી રાજ્યભરના સસ્તા અનાજના તમામ વેપારીઓએ દુકાનો ખોલીને રાબેતા મુજબની પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.
મંગળવારે ગાંધીનગર ખાતે પુરવઠામંત્રી જયેશભાઈ રાદડિયા સાથે સસ્તા અનાજ વેપારી એસોસિએશનના રાજ્યકક્ષાના આગેવાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદી અને એસોસિએશનના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાઓ પર લંબાણપૂર્વકની ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી. આખરે કમિશન વધારવાના મુદ્દે સરકારે એપ્રિલ માસથી અમલવારીની ખાતરી આપતાં અને અન્ય મોટાભાગની માગણીઓ સ્વીકારાઈ જતાં હડતાલનો અંત આવેલ છે.
આ બેઠકમાં ભાગ લેવા માટે રાજકોટથી પહોંચેલા નરેન્દ્રભાઈ ડવ, રાજુભાઈ નંદવાણી, નિમુભાઈ ક્રિપલાણી, મહેશભાઈ રાઠોડ, ગિરીરાજસિંહ જાડેજા સહિતનાઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સસ્તા અનાજના વેપારીઓને એપ્રિલ માસથી મહારાષ્ટ્રની પેટર્ન પર કમિશન ચૂકવશે. મહારાષ્ટ્રમાં વેપારીઓને ગુણી દીઠ રૂ.૧૫૦નું કમિશન આપવામાં આવે છે. યારે ગુજરાતમાં ૧૦૨ કમિશન મળે છે. આવી જ રીતે રાંધણગેસના પાંચ કિલો વજનના બાટલા જૂન માસથી સસ્તા અનાજના વેપારીઓને વેચાણ માટે આપવામાં આવશે તેમ પણ આ બેઠકમાં નકકી થયું છે.
જા કોઈ વેપારીનું મૃત્યુ થાય તો તે દુકાનનો પરવાનો જે તે વેપારીના પરિવારના સભ્યોને મળવો જાઈએ તે મુદ્દે પણ સરકારે હકારાત્મક વલણ દાખવ્યું હતું અને આ સંદર્ભે તમામ ડીડીઓને સૂચના પણ આપવામાં આવી છે. વેટ, વીજ કનેકશન સહિતના મુદ્દે જે તે વિભાગ સમક્ષ રજૂઆત કરવા પુરવઠા મંત્રીએ અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રકરણો મારા વિભાગમાં આવશે ત્યારે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"









