ગુજરાતનું નવું વિધાનસભા, 135 કરોડના ખર્ચે થયું રિનોવેશ

0
74

કુલ ૧૨૦.૯૭ કરોડના ખર્ચના અંદાજ સામે ખર્ચવધીને ૧૩૫ કરોડ થયો છે. કામગીરી દરમિયાન મંત્રીઓ, પદાધિકારીઓ અને વિધાનસભા સ્ટાફ દ્વારા સૂચવાયેલા અનેક સુધારાઓ તેમજ કેટલીક સુવિધાઓ નવી ઉભી કરવાને કારણે ખર્ચ વધ્યો હોવાનું અધિકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યુંછે.વિધાનસભા સંકુલનું મોટા ભાગનું રિનોવેશન કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ ફિનિશિંગ ચાલી રહ્યું છે અને રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે સંકુલનું ઉદઘાટન કરવામાં આવશે. આ દિવસથી જ નવા ભવનમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થયુ, જ્યારે નવા અધ્યક્ષ પણ આ જ
દિવસથી કાર્યભાર સંભાળશે.
છત્રીસ વર્ષ જૂના સંકુલના રિનોવેશનની કામગીરી ૧૪ મહિનામાં પૂર્ણ થઈ છે. વિધાનસભા બિલ્ડીંગનો શિલાન્યાસ તત્કાલિન રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડીના હસ્તે ૨૦ માર્ચ ૧૯૭૮ના રોજ થયો હતો જ્યારે ૮ જુલાઈ ૧૯૮૨ના રોજ તત્કાલિન રાજ્યપાલ શારદા મુખર્જીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.વિધાનસભાના એલિવેશનમાં પણ થોડા ફેરફાર કરાયા છે, ખાસ કરીને બિલ્ડીંગની છત પર નવું ગુંબજ બનાવવામાં આવ્યું છે. હાલ ગૃહમાં ૧૮૨ ધારાસભ્યો માટેની બેઠક વ્યવસ્થા છે, ભવિષ્યને ધ્યાને લઈને ૨૧૦ સભ્યો સુધીની ક્ષમતા રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીની અદ્યતન સુવિધા સાથેની ચેમ્બરની સાથે કેબિનેટ ખંડ બનાવાયો છે. મહિલા અને પુરૂષ ધારાસભ્યો માટે અલગ અલગ લોન્જ બનાવાઈ છે.વિધાનસભા સંકુલમાં કુદરતી હવા ઉજાસ રહે તે માટે કાચનો મેક્સીમમ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૃહમાં આધુનિક ઓડીયો સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ટીવી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે.સંકુલની બહારની સાઈડ થીમ બેઝ લાઇટીંગ લગાવવામાં આવી છે, જે કાયમ ઝળહળતી રહેશે અને સીઝન અને પર્વો પર થીમ બદલતી રહેશે. પોડીયમમાં પંતગ આકારની ફ્રેમમાં ગુજરાતની વિશેષતાઓની ઝાંખી પ્રદર્શિત કરાઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY