ફોરેસ્ટ રેંજર્સ કોલેજ ટ્રેનિંગ સેન્ટર માંથી બે ચંદન ના ઝાડ કપાતા પોલીસ ફરિયાદ
જોકે અજાણ્યા ચોરો બે ચંદન ના ઝાડના થડ કાપી નજીકમાંજ નાખી નાસી જતા અનેક સવાલ

રાજપીપળા: રાજપીપળા શહેર માં ચંદન ચોર નો આતંક વધતો જણાઈ રહ્યો છે ત્યારે પંદરેક દિવસ પહેલાજ રાજપીપળા દરબાર રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિર માંથી વિસ વર્ષ જૂનું ચંદન નું ઝાડ કોઈ અજાણ્યા વ્યક્તિ કાપી લઈ ગયા હતા એની સાહી હજુ સુકાઈ નથી ત્યાંજ વધુ બે ચંદન ના ઝાડ કપાતા હવે ચંદન ચોર ને પકડવા પોલીસ માટે એક ચેલેન્જ થઈ પડી છે.
રાજપીપળા પોલીસ સ્ટેશને ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ રાજેશભાઈ પટેલ એ આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 8 થી 9 સપ્ટેમ્બર દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ એ રેન્જ ફોરેસ્ટ કોલેજ ના ગેટ પાસે થી સરકારી માલિકી ની જગ્યા માં આવેલા ઉભા ચંદન ના બે ઝાડ અધિકૃત કરેલ અધિકારીની પરવાનગી સિવાય અનઅધિકૃત રીતે થડ માંથી કાપી નાખી નુકશાન કરી આ ચંદન ના ઝાડ પૈકી નું ઝાડ નું થડ કોલેજની નજીક માં આવેલ સંશોધન રેન્જ રાજપીપળા ના પ્લોટ વિસ્તાર માં બિનવારસી હાલતમાં મૂકી નાસી જઈ ગુનો કર્યો હતો જોકે ફરિયાદ બાદ રાજપીપળા પોલીસે વૃક્ષ છેદન પ્રતિબંધ ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ જે આર ગામીત કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





