સરહદ ડેરીએ દાણમાં પ્રતિ બેગ ૧૦૦ રૂપિયાની સબસિડી જાહેર

0
13

કચ્છ,તા.૧૫
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછત છે અને કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ છે તેવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા “અમુલ દાણ” ની ખરીદીમાં સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે હાલમાં દૂધ સંઘ દ્વારા પ્રતિ બેગ રૂપિયા ૪૦ સબસિડી આપવામાં આવતી હતી જેમાં ૬૦ રૂપિયા જેટલો વધારો કરી અને પ્રતિ બેગ રૂપિયા ૧૦૦ ની સબસિડી જાહેર કરવામાં આવી છે.
હાલમાં અમુલ ડેરી આણંદથી પશુ ખાણ દાણ મંગાવી અને મંડળીઓ તથા મંડળ મારફત સરહદ ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને પહોચતું કરવામાં આવે છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ૧૦૦ રૂપિયા સબસિડી આપવાનો સરહદ ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ કે, “હાલમાં, અમુલ પાવર દાણની કિમત ૮૩૮ રૂપિયા પ્રતિ બેગ છે. જે પશુપાલકોને ૭૩૮ રૂ. માં પડશે અને બફેલો સ્પેશિયલ દાણની કિંમત ૫૦ કી.ગ્રા. ની બેગના ૧૧૦૫ રૂપિયા છે તેમાં રૂપિયા ૧૦૦ પ્રતિ બેગે સબસિડી બાદ રૂપિયા ૧૦૦૫માં આપવામાં આવશે. સરહદ ડેરીમાં દૂધ ભરાવતી મંડળીઓનો ઓર્ડર આવ્યેથી નક્કી કરેલા ભાવથી ખરીદ કરનાર મંડળીના ગામે પહોંચતી કરી આપવામાં આવશે અને ત્યાર બાદ દૂધ મંડળીના દૂધ બિલમાંથી રકમ વસૂલવાના રહેશે. આનો ફાયદો કચ્છ જિલ્લાના ૬૦ હજાર કુટુંબોને થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY