દલિત-મુસ્લિમનું નવુ સમીકરણ રચવા પ્રયાસ ઓવૈસી અને પ્રકાશ આંબેડકરની પાર્ટી લોકસભા ચૂંટણી એક સાથે લડશે…!!

0
45

મુંબઈ,તા.૧૬
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિરોધી પાર્ટીઓ આકાશ પાતાળ એક કરી રહી છે.
રોજે રોજ વિપક્ષમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે.જાકે રાજકીય મોરચે હવે નવુ જાડાણ ચર્ચામાં છે. ડો.બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની પાર્ટી બીઆરપી બહુજન મહાસંઘ અને મુસ્લિમ આગેવાન અસસુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે લોકસભા ચૂંટણી સાથે લડવાનુ નક્કી કર્યુ છે.
૨ ઓક્ટોબરે તેની સત્તાવાર જાહેરાત ઔરંગાબાદમાં કરવામાં આવશે.આ દિવસે પ્રકાશ આંબેડકર અને ઔવેસી એક મંચ પર આવશે.આ જાહેરાત કોંગ્રેસ અને એનસીપી માટે બહુ મોટો ઝાટકો છે.કારણકે આંબેડકરે મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી ગઠબંધનમાં સામેલ થવા કોંગ્રેસ પાસે ૧૨ બેઠકો માંગી હતી.જેનો કોંગ્રેસે કોઈ જવાબ આપ્યો નહોતો.
જેનાથી નારાજ થઈને હવે આંબેડકરે ઓવૈસી સાથે ગઠબંધન કરવાનુ નક્કી કર્યુ છે.પ્રકાશ આંબેડકરના પૂણે સ્થિત ઘરે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
આ ગઠબંધન મહાનગરપાલિકા, લોકસભા અને વિધાનસભા ચૂંટણી જાડે લડશે.દલિતો અને મુસ્લિમોને એક સાથે લાવવા માટે આ જાડાણ કરવામાં આવ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY