ફિલ્મના એક દ્રશ્ય માટે સિદ્ધાર્થ ૪૮ કલાક જાગતો રહ્યો

0
8

મુંબઈ,તા.૨૨
એક હિટ ફિલ્મ માટે સતત ટળવળી રહેલા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના એક દ્રશ્ય માટે ૪૮ કલાક જાગતા રહેવાના સંજાગો સર્જાયા હતા.
બન્યું એવું કે જબરિયા જાડી નામની ફિલ્મમાં સિદ્ધાર્થ પરિણિતી ચોપરા સાથે ચમકી રહ્યો છે. આ ફિલ્મમાં કથા એવી છે કે સિદ્ધાર્થ પોતાની બાળપણની એક ફ્રેન્ડ (પરિણિતી)ને પામવા સાહસ કરે છે. ફિલ્મની કથા ઉત્તર ભારતમાં યોગ્ય મૂરતિયાને પામવા વરરાજાના થઇ રહેલા અપહરણ અને જબરદસ્તીથી કરાતા લગ્નોની ઘટના પર આધારિત છે.
સિદ્ધાર્થને એક હિટ ફિલ્મની જરૃર છે એ સૌ કોઇ જાણે છે. તાજેતરમાં રજૂ થયેલાં આ ફિલ્મનાં પોસ્ટર્સમાં બંનેની કેમિસ્ટ્રી જાઇ શકાઇ હતી. ફિલ્મને પોતાની એકસો ટકા શક્તિ ફાળવી દેવાની લાહ્યમાં બંને મુખ્ય કલાકારો રાતરાતના ઊજાગરા કરી રહ્યાં હોવાની જાણકારી મળી હતી.
એક દ્રશ્ય એવું હતું જેમાં સિદ્ધાર્થના પાતે થાકી કંટાળીને બેહોશ થઇ જવાનું હતું. એ માટે આ દ્રશ્ય રાત્રે લેવાનું નક્કી થયું હતું. પરંતુ પાત્ર થાકેલું અને કંટાળેલું શી રીતે દેખાડવું એ એક સવાલ હતો. આ દ્રશ્યને વાસ્તવિક બનાવવા માટે સિદ્ધાર્થ ૪૮ કલાક જાગતો રહ્યો હતો એવું ફિલ્મના એક યુનિટ મેમ્બરે જણાવ્યું હતું. બે રાત સતત જાગતો રહેવાથી સિદ્ધાર્થ ડાયરેક્ટરને જાઇતા હાવભાવ આપી શક્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY