એટોર્ની જનરલ પર વંશિય ટિપ્પણીના આરોપમાં પાંચ પોલીસકર્મીઓએ રાજીનામા આપ્યા

0
7

ન્યૂજર્સી,તા.૨૨
અમેરિકાના પહેલા શીખ એટોર્ની જનરલ ગુરબીલ ગ્રેવાલ પર વંશીય ટિપ્પણી કરવાના આરોપમાં શુક્રવારે ન્યૂ જર્સીના પાંચ પોલીસકર્મીઓને રાજીનામું આપવું પડ્યું. મળતી માહિતી મુજબ, પાંચેય પોલીસકર્મીઓની વાતચીત રેકોર્ડ થઈ ગઈ હતી, જેનો ખુલાસો થયા બાદ તેમને સજા મળી.
સ્થાનિક મીડિયાએ ગુરુવારે એક ઓડિયો રેકોડિગ વિશે જાણકારી આપી હતી, જેમાં ન્યૂ જર્સીના પોલીસકર્મી માઇકલ સૌદિનો પોતાના સિનિયર કર્મચારીઓ સાથે ફિલ મર્ફીના ભાષણ પર ચર્ચા કરી રહ્યા હતા.
સૌદિયોએ કહ્યું , “મર્ફીએ પોતાના ભાષણમાં દરેક મુદ્દે વાત કરી. મારિજુઆના ચરસ અને ન્યાય-વ્યવસ્થાના સુધાર વિશે પણ વાત કરી. અશ્વેત લોકો અહીં આવતા રહેશે અને પોતાના મરજી મુજબ કામ કરતા રહેશે.”
સૌદિનો મુજબ, “મર્ફી ઈચ્છે છે કે અશ્વેત લોકો ઈચ્છે તે કરે, ચરસ પીવે, પરંતુ કોઈ આ વિશે ચિંતા ન કરે. તું જાણે છે, આપણા હાથ કાયદાથી બાંધી રાખ્યા છે.
ત્યારબાદ સૌદિયોએ કહ્યું, “મર્ફીએ ગુરબીર ગ્રેવાલને પહેલી શીખ એટોર્ની જનરલ માત્ર તેના ધર્મના આધારે બનાવ્યા. ગુરબીએ બર્ગન કાઉન્ટીની કોઈ મદદ નથી કરી, કારણ કે તે પાઘડી પહેરે છે.
મામલાનો ખુલાસો થયા બાદ સૈદિનાએ માફી માંગી. તેણે પોતાના નિવેદનમાં લખ્યું કે હું બર્ગન કાઉન્ટીના લોકોને મારી ટિપ્પણી માટે માફી માંગું છું. આ વાત કોઈ ખાસ વ્યકિત માટે નહોતી કહેવામાં આવી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY