ભારે રસાકસી બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવ્યું

0
16

દુબઈ,તા.૨૨
એશિયા કપના મહત્વપૂર્ણ મુકાબલામાં ભલે પાકિસ્તાની ટીમે અફઘાનિસ્તાનને ૩ વિકેટે માત આપી હોય પરંતુ આ મેચ થકી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અફઘાનિસ્તાનની ટીમને ઓછી આંકવાની ભૂલ અન્ય કોઈપણ ટીમે કરવી જાઈએ નહીં. શુક્રવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ સુપર ૪ની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને બરાબરની ટક્કર આપી હતી.
ટોસ જીત્યા બાદ અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે અફઘાનિસ્તાને પાકિસ્તાન વિરુદ્ધ ૬ વિકેટ ગુમાવી ૨૫૮ રન ફટકાર્યા બાદ ૨૫૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરવો પાકિસ્તાન માટે ઘણું મુશ્કેલ રહ્યું. મેચની અંતિમ ઓવર સુધી વિજેતા ટીમની જાણ થઈ નહોતી. પરંતુ શોએબ મલિકે અંતિમ સમય સુધી પિચ પર ટકી રહી પાકિસ્તાનને જીત અપાવી હતી.
શોએબ મલિકે અણનમ ૫૧ રનની ઈનિંગ રમી હતી. અંતિમ ઓવર આફતાબ આલમે નાંખી હતી. પ્રથમ બોલ પર મલિક એકપણ રન બનાવી શક્્યો નહોતો, જાકે તે પછી એક સિક્સ અને એક ફોર ફટકારી શોએબે પોતાની ટીમ જીત અપાવવાની સાથે પોતે મેચનો હીરો બની ગયો.
જાકે પોતાની ટીમને મેચ ન જીતાડી શકવાનું દુઃખ આફતાબ આલમના ચેહરા પર સ્પષ્ટ જાવા મળી રહ્યો હતો. તે ભાવુક થઈ ગયો અને મેદાન પર જ રડવા લાગ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY