વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ બાદ સ્વચ્છતાને લઇને દેશમાં જુદા જુદા અભિયાન ચાલી રહ્યા છે. તેમને સફળતા પણ મળી છે.
પહેલાની તુલનામાં લોકો સ્વચ્છતાને લઇને જાગૃત પણ થયા છે. જા કે હજુ આ દિશામાં વ્યાપક પહેલ કરવાની જરૂર દેખાઇ રહી છે. સાફ સફાઇના મામલે અમને એવા દાખલા બેસાડી દેવા પડશે જેના કારણે અમારા જાહેર સ્થળો વધારે સ્વચ્છ અને સુન્દર પણ દેખાય. એક વખતે આ પરંપરા શરૂ થઇ ગયા બાદ કોઇ તકલીફ પડશે નહીં. હાલમાં લોકોમાં આ ટેવ પડી રહી નથી. જેથી સ્વચ્છતા અભિયાનને સફળ કરવામાં સમય લાગી રહ્યો છે. એક વખતે પરંપરા શરૂ થઇ ગયા બાદ લોકોને પોતાને એવો સંદેશો મળશે કે અમને અમારા શહેરો સ્વચ્છ અને સુન્દર રાખવાના છે.
ટીવી પર હાલમાં ચાલી રહેલી એક જાહેરાત તમામનુ ધ્યાન ખેંચે છે. જેમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટને દર્શાવવામાં આવી છે. જેમાં જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા માટેની બાબતને ખાસ રીતે રજૂ કરવામાં આવી છે. વરૂણ ધવન અને આલિયા ભટ્ટને જાહેરાતમાં ચન્દ્ર પર દર્શાવવામાં આવ્યા છે. ચન્દ્ર પર પહોંચતાની સાથે જ આલિયા ટોફી ખાઇને રેપર ત્યાંજ ફેંકી દે છે. ત્યારબાદ વરૂણ આલિયાને એવા અંદાજમાં ફટકાર લગાવતો દર્શાવવામાં આવ્યો છે કે અમે કચરો નાંખી નાંખીને પહેલાથી જ એક ગ્રહને ખરાબ કરી ચુક્યા છે.
હવે તમે ચન્દ્રને પણ ગંદુ કરવા માગો છો. ગાંધીની ૧૫૦મી જયંતિ પર સરકારનુ ધ્યાન પણ સ્વચ્છતા પર કેન્દ્રિત રહ્યુ હતુ. જાવામાં આવે તો શહેરોમાં ગંદકીની સમસ્યા શહેરોમાં સામાન્ય રીતે વધારે દેખાય છે. લોકોની જાહેર સ્થળો પર કચરો ફેંકવાની ટેવ રહેલી છે. આ ટેવને બદલી નાંખવાની જરૂર છે. લોકોને સ્વચ્છતાને લઇને ખબર પડશે તો તો તેઓ આ ટેવને બદલી શકશે. શહેરી ગંદકીના કારણે અમારા શહેરોમાં કચરો વધી રહ્યો છે. કેટલાક કચરાના ઢગલા એક જગ્યાએ વર્ષોથી રહે છે.
અમારા શહેરો જુદા જુદા સ્થળ પર કચરાના ઢગલાથી ભરચક દેખાય છે. ગદંકીના માટે અમે તમામ લોકો જવાબદાર છીએ. કોર્પોરેશન પર દોષ નાંખીને છટકી શકાય નહી. અમે જાઇએ છીએકે શહેરમાં મોટા ભાગના ઘરમાં તો સફાઇ રહે છે. પરંતુ લોકો પોતાના ઘરને સ્વચ્છ રાખવાના પ્રયાસમાં શહેરને ગંદુ કરવામાં ખચકાટ અનુભવ કરતા નથી. સાફ સફાઇ હવે તમામ લોકો કરી રહ્યા છે. પહેલા કરતા તેને લઇને લોકોની ધારણા બદલાઇ ગઇ છે. પહેલા ચોક્કસ લોકો સફાઇ કરતા હતા પરંતુ હવે સામાન્ય લોકો જાડાઇ રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




