એનસીપી છોડનાર તારિક અનવર કાંગ્રેસમાં સામેલ થયા

0
22

ન્યુ દિલ્હી,તા.૨૭
હાલમાં જ શરદ પવારની પાર્ટી એનસીપી છોડનારા તારિક અનવર કાંગ્રેસામં સામેલ થયા છે. રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કાંગ્રેસની સદસ્યતા લીધી હતી. તારિક અનવરે ૨૮ સપ્ટેમ્બરે એનસીપી અને સાંસદ સભ્ય તરીકે રાજીનામુ આપ્યું હતું. તારિક અનવર બિહારના કટિહારથી સાંસદ રહ્યા છે. તારિક અનવર કાંગ્રેસમાં સામેલ થવાથી કાંગ્રેસ બિહારમાં મજબૂત થવાની આશા છે.
એનસીપી છોડ્યા બાદ અટકળો લગાવવામાં આવી હતી કે તારિક અનવર કાંગ્રેસમાં સામેલ થઈ શકે છે. તેમણે એનસીપી છોડ્યા બાદ દાવો કર્યો હતો કે શરદ પવારે રાફેલ ડીલમાં ગરબડ છતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીના વખાણ કર્યા, ત્યારબાદ પાર્ટીમાં રહેવું મુશ્કેલ હતું. અનવરે કહ્યું પ્રધાનમંત્રી પુરી રીતે રાફેલ ડીલમાં સંડોવાયેલા છે. તારિક અનવરને ૧૯૯૯ પવાર અને પીએ સંગમા સાથે સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતા કાંગ્રેસમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
તેમણે થોડા દિવસો પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવાના સવાલ પર કહ્યું, આ મુદ્દો ૨૦૦૪માં ખત્મ થઈ ગયો છે. સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મામલો ઉઠાવવો ખોટી વાત હતી, મને મારી ભૂલનો અહેસાસ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY