લખનઉ,તા.૬
લખનૌમાં એપલ કંપનીના મેનેજર વિવેક તિવારીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગોળી મારીને કરાયેલી હત્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
જેની સામે પોલીસ બેડામાં નારાજગી છે. શુક્રવારે પોલીસ કર્મીઓએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવીને ખુલ્લેઆમ સરકાર સામે વિરોધ દર્શાવતા હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રોષે ભરાયા છે.
વિરોધના સુર દબાવવા માટે ત્રણ પોલીસ કર્મીઓન ેસસ્પેન્ડ કરી દેવાયા છે. ત્રણ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જની બદલી કરી દેવામાં આવી છે અને બે પૂર્વ પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ તમામ પોલીસ કર્મીઓ લખનૌમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા હતા.યોગી આદિત્યાનાથે ટોચના પોલીસ અધિકારીઓને પણ ફટકાર લગાવી છે. યોગીએ કહ્યું હતુ કે જા પોલીસ કર્મચારીઓની બગાવતને રોકવામાં નહી આવે તો તેનુ પરિણામ પોલીસ અધિકારીઓને ભોગવવાનુ આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






