ન્યુ દિલ્હી,તા.૬
છોટા શકીલના સાગરીત અને ગેંગસ્ટર મુદસ્સર હુસૈન સૈયદ ઉર્ફે મુન્ના જિંગાડાને થાઈલેન્ડ સરકાર ભારતને ના સોંપે તે માટે પાકિસ્તાને ધમપછાડા શરુ કર્યા છે.
છોટા શકીલ દાઉદ સાથે હાલમાં પાકિસ્તાનમાં જ છે. મુન્ના જિંગાડાની કસ્ટડી માટે પાકિસ્તાને થાઈલેન્ડની કોર્ટમાં અપીલ કરી છે. આ જ કોર્ટ પહેલા ભારતની તરફેણમાં ચુકાદો આપી ચુકી છે અને આ ગેંગસ્ટરને ભારત સરકારને સોંપવા માટે આદેશ કરી ચુકી છે.
હવે પાકિસ્તાને તેની સામે અપીલ કરી છે. મુંબઈના જાગેશ્વરી વિસ્તારમાં પહેલા રહેતા જિંગાડાએ છોટા શકીલના ઈશારે દાઉદના દુશ્મન ડોન છોટા રાજન પર થાઈલેન્ડમાં હુમલો કર્યો હતો.
એ પછી જિંગાડાની ધરપકડ કરાઈ હતી જિંગાડાને દસ વર્ષની સજા થઈ હતી.સજા પુરી થયા બાદ હવે તેના કબજા માટે ભારત પાકિસ્તાન વચ્ચે થાઈલેન્ડમાં જંગ શરુ થયો છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું હતુ કે પાકિસ્તાન બોગસ દસ્તાવેજાના આધારે મુન્ના જિંગાડાને પાકિસ્તાનનો નાગરિક બતાવી રહ્યું છે. આ ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી તો દાઉદના રહેઠાણ સહીતના ઘણા રહસ્યો પરથી પડતો ઉઠશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





