ભારતીય બજારોમાંથી વિદેશી રોકાણકારોએ માત્ર ૪ દિવસમાં રૂ. ૯૩૦૦ કરોડ પાછા ખેંચ્યા

0
12

ન્યુ દિલ્હી,તા.૭
સતત પાંચ સપ્તાહની મંદી પછી ઘરેલુ શેર બજાર પર આગામી સપ્તાહ વૈશ્વિક ઉથલપાથલની સાથે-સાથે કંપનીઓના ત્રિમાસિક પરિણામો, ભારતીય રૂપિયાની ચાલ, કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ અને રાજનૈતિક ગરમાગરમીની અસર જાવા મળશે. છેલ્લા પાંચ સપ્તાહમાં બીએસઇનો ૩૦ શેર વાળો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૪,૦૧૨.૯૩ પોઇન્ટ અને એનએસઇનો નિફ્ટી ૧,૨૭૨.૬૫ અંકની નબળાઇ સાથે બંધ થયા હતા.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ગત ચાર કારોબારીય સત્રોમાં ભારતીય મૂડી બજારોમાંથી રૂ. ૯,૩૦૦ કરોડ (૧.૩ અરબ ડોલર) પાછા ખેંચ્યા છે. એફપીઆઇ દ્વારા રોકાણ પાછુ ખેંચવાનું મુખ્ય કારણ ઓઇલની કિંમતમાં તેજી અને રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો રહ્યુ હતું. આ અગાઉના મહિને વિદેશી રોકાણકારોએ શેર અને લોન બજારમાંથી રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુ રકમ પાછી ખેંચી હતી. આ અગાઉ જુલાઇ-ઓગષ્ટ દરમિયાન રોકાણકારોએ રૂ. ૭,૪૦૦ કરોડનું ચોક્ખું રોકાણ કર્યું હતું.
ડિપોઝીટરી આંકડાઓ અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ૧થી ૫ ઓક્ટોબર દરમિયાન શેર બજારમાંથી રૂ. ૭,૦૯૪ કરોડ પાછા ખેંચ્યા હતા જ્યારે લોન બજારમાંથી રૂ. ૨,૨૬૧ કરોડ પાછા ખેંચી દીધા હતા. આમ, રોકાણકારોએ કુલ રૂ. ૯,૩૫૫ કરોડ પાછા ખેંચ્યા હતા.
બજાજ કેપીટલના ઉપાધ્યક્ષ અને રોકાણ વિશ્લેષણ મેનેજર આલોક અગરવાલે જણાવ્યું હતું કે, ‘કાચા તેલની કિંમતો અને અમેરીકન બ્રાન્ડના આગમનથી વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે ડોલરની આપૂર્તિની અછતભરી સ્થિતિ એફપીઆઇ પરત ખેંચવાનું મુખ્ય કારણ રહી હતી. તેના કારણે મુદ્રા બજાર, બોન્ડ અને શેર બજારમાં ભારે ઉતાર-ચઢાવ જાવા મળ્યો હતો. અગરવાલે વધુમાં જણાવ્યું હતું કે તેમ છતાં એ બાબત ધ્યાને રાખવા જેવી છે કે તમામ ઉભરી રહેલા બજારોમાં આવા જ પ્રકારની સ્થિતિ છે. તે માત્ર ભારત સુધી સીમિત નથી. હકીકતમાં ભારત પર તેની અસર વધુ પહોંચી છે, કેમ કે આ દેશ તેની પેટ્રોલિયમની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોય છે. આઇએલએન્ડએફએસ દ્વારા લોન ડિફોલ્ટથી ઘટાડા પર વધુ દબાણ સર્જાયું હતું.
ડોલરની સરખામણીમાં રૂપિયો નીચલા સ્તરે નીત નવા રેકોર્ડ બનાવવા અને કાચા તેલની કિંમતોમાં આવેલા ઉછાળાથી નિરાશ થયેલા રોકાણકારોની વેચવાલીના દબાણમાં સેન્સેક્સ ગત સપ્તાહે ૧,૮૫૦.૧૫ પોઇન્ટ એટલેકે ૫૧ ટકા ઘટીને સાડા ચાર મહિનાના નીચલા સ્તરે ૩૪,૩૭૬.૯૯ પોઇન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૬૧૪ પોઇન્ટ એટલેકે ૫.૬૧ ટકાનો ઘટાડો ભોગવીને સપ્તાહના અંતે ૧૦,૩૧૬.૪૫ પોઇન્ટ પર પહોંચી ગયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY