ન્યુ દિલ્હી,તા.૧૦
ભારતીય રેલવે દ્વારા દશકોથી ચાલતી જુની પદ્ધતિને બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહિનામાં જ દેશભરમાં ટ્રેનોમાં હવે કોચ ઉપર મુકવામાં આવતા રિઝર્વેશન ચાર્ટની પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોચ ઉપર મુકવામાં આવતા ટ્રેન રિઝર્વેશન ચાર્ટની પ્રક્રિયા હવે ભૂતકાળ બની જશે. રેલવે દ્વારા આ નવી હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. પેપરની બચત કરવાના પ્રયાસરુપે આને જાવામાં આવે છે. સાથે સાથે વધુ અસરકારક પહેલ તરીકે પણ આને જાવામાં આવે છે. રેલવે સત્તાવાળાઓનું કહેવું છે કે, પહેલા ટ્રેનમાં જે રીતે રિઝર્વેશન ચાર્ટ ડબ્બા ઉપર મુકવામાં આવતા હતા તે રીતે હવે મુકવામાં આવશે નહીં. આ પ્રક્રિયાનો અંત લાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ હિલચાલ પાછળના કેટલાક કારણો રહેલા છે. ૧૧ લાખ રેલવે ટિકિટ પૈકીની ૭૦ ટકા ટિકિટો ઇન્ટરનેટ ઉપર બુક કરવામાં આવતી ટિકિટ પૈકી રહે છે અને આ ટિકિટો દરરોજ વેચવામાં આવે છે.
સીએસટી, મુંબઈ સેન્ટ્રલ અને અન્ય મોટા શહેરોમાં પહેલાથી જ આની શરૂઆત કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં આ દિશામાં રેલવે દ્વારા ઝડપથી આગળ વધીને દેશભરમાં આને અમલી કરવાની તૈયારી ચાલી રહી છે. કોચ ઉપર ટ્રેન રિઝર્વેશન ચાર્ટ મુકવાની પ્રક્રિયા ખુબ જ લોકપ્રિય બની ચુકી છે. ચાર મહિના અગાઉ જ ટ્રેનના કોચ ઉપર રિઝર્વેશન ચાર્ટ મુકવાની પ્રક્રિયા મોટા સ્ટેશન ઉપર ભૂતકાળ બની ચુકી છે. હવે અન્ય જગ્યાઓએ પણ આને અમલી કરવામાં આવનાર છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, જુદા જુદા ઝોનને આ સંદર્ભમાં સૂચના આપવામાં આવી ચુકી છે. પહેલી માર્ચથી છ મહિના માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેટેગરી એ અને કેટેગરી બીના સ્ટેશનો ઉપર તમામ ટ્રેનના કોચમાં રિઝર્વેશન કોચ ઉપર રિઝર્વેશન ચાર્ટ મુકવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



