હું સીએમ હતો તો ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવા માંગતો હતોઃ પી એમ મોદી

0
60

દહેરાદુન,તા.૭
વડાપ્રધાન મોદી રવિવારે એક દિવસ માટે દેહરાદૂન પહોંચ્યા છે. પીએમ મોદીએ અહીં ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીની સાથે ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવત પણ હાજર રહ્યાં. આ સમિટમાં અનેક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. આ સમિટ બે દિવસ સુધી ચાલશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ ૮ ઓક્ટોબરે સમાપન સત્રની અધ્યક્ષતા કરશે.
ઉત્તરાખંડમાં અલગ સેઝ છે. તે સ્પિરિચ્યુઅલ ઈકો ઝોન છે જે સ્પેશિયલ ઈકોનોમિક ઝોનથી વધુ છે. જ્યારે હું સીએમ હતો તો ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવા માંગતો હતો. કેમકે બંનેની જનસંખ્યા સમાન છે, બંને સમુદ્રી તટ પર છે.
વિશ્વના અનેક દેશો કરતાં આપણાં રાજ્યોની તાકાત વધુ છે. મેક ઈન ઈન્ડિયા માત્ર ભારત માટે જ નથી, સમગ્ર વિશ્વ માટે છે.
ભારતમાં ચારેબાજુ પરિવર્તનનો સમય છે. ફુડ પ્રોસેસિંગના મામલે પણ આજે ભારત વિશ્વમાં પહેલાં નંબરે છે. ઉત્તરાખંડમાં રોકાણકારોને સરકારી ઓફિસોના ચક્કર ન મારવા પડે તે માટે એક પોર્ટલ પણ ચાલી રહ્યું છે.
આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૫૦ કરોડ નાગરિકોને હેલ્થ વીમો મળી રહ્યો છે. અમેરિકા, કેનેડાની કુલ જનસંખ્યાથી વધુ લોકોને ફાયદો મળી રહ્યો છે. રોજગાર માટે લાખો તક ઊભી થઈ છે. રેલવે લાઈનના કામમાં બે ગણી સ્પીડથી કામ થઈ રહ્યું છે. સરકાર ૪૦૦ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા જઈ રહી છે.
હાલ દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવા પર પણ કામ થઈ રહ્યું છે. ઉત્તરાખંડની ધરતી પર આપણે બધાં એવા સમયે એકઠાં થયા છે જ્યારે ભારતમાં તેજીથી આર્થિક ફેરફાર થઈ રહ્યાં છે. આપણે નવા ભારત તરફ આગળ વધી રહ્યાં છીએ.
ભારતની અર્થવ્યવસ્થા વધુ સ્થિર થઈ છે. ભારતમાં મોંઘવારી દર નિયંત્રણમાં છે. આપણએ ત્યાં મિડલ ક્લાસનો વિકાસ થઈ રહ્યો છે. સ્પીડ અને સ્કેલમાં આર્થિક સુધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ તમામ કેન્દ્રીય મંત્રી વિભિન્ન સત્રોમાં રોકાણકારો સમક્ષ વિચાર રજૂ કરશે. સમિટમાં ભારતીય રોકાણકારોને ઉપરાંત જાપાન, ચેક ગણરાજ્ય, આર્જેન્ટિના, મોરેશિયસ અને નેપાળના રોકાણકારો પણ ભાગ લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY