પાક દ્વારા કિશનગંગા બંધનાં પાણીની માહિતીની ભારત પાસે માંગણી

0
11

લાહોર,તા.૭
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાંના કિશનગંગા બંધમાંની પાણીની આવક અને ત્યાંથી છોડવામાં આવતા પાણીની વિગત પૂરી પાડવા ભારત પાસે માગણી કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સિંધુના પાણીની વહેંચણી માટેના કાયમી પંચની ૧૧૫મી બેઠકમાં ભારતે કિશનગંગા જળવિદ્યુત પ્રકલ્પ સહિતના ઝેલમ તટપ્રદેશ પરના પ્રાજેક્ટ્‌સનું નિરીક્ષણ કરવા પાકિસ્તાનને પરવાનગી આપી હતી. ઇસ્લામાબાદે પણ સિંધુ નદી પરના કોટ્રી બંધનું નિરીક્ષણ કરવા નવી દિલ્હીને પરવાનગી આપી હતી.
પાકિસ્તાનના એક અખબારે સિંધુ નદીના પાણી માટેના પંચના પાકિસ્તાની સભ્ય સૈયદ મહંમદ મહેર અલી શાહને એમ કહેતા ટાંક્્યા હતા કે અમે ભારતના સિંધુ નદીના પાણીને લગતા સત્તાવાળાઓને કિશનગંગા બંધના નિરીક્ષણની તારીખો આપવા લેખિત વિનંતિ કરી હતી. અમે આ બંધમાંની પાણીની આવક અને તેમાંથી છોડાતા પાણીની વિગત પણ માગી હતી.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઝેલમ તટપ્રદેશમાં પાણી આવે છે અને ભારત તેના બંધ દ્વારા છોડવામાં આવતા પાણીની વિગત આપવા કરાર હેઠળ બંધાયેલું છે.ભારતે બે જળવિદ્યુત પ્રકલ્પ – ૧,૦૦૦ મૅગાવાટના પાકલ દુલ અને ૪૮ મૅગાવાટના લાઅર કાલનાલનું નિરીક્ષણ કરવા પાકિસ્તાનને પરવાનગી આપી હતી.
ભારતીય સત્તાવાળાઓએ અગાઉ ૭મીથી ૧૧મી આૅક્ટોબર દરમિયાન ભારતીય સત્તાવાળાઓની ત્રણ સભ્યની ટુકડીને આ જળવિદ્યુત પ્રકલ્પના નિરીક્ષણ માટે પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં કાશ્મીરની સ્થાનિક ચૂંટણીનું કારણ આપીને તારીખો પાછળ ઠેલી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY