ડાલરનું મૂલ્ય વધતા અમેરિકામાંના ભારતીય વિદ્યાર્થીઓ ચિંતાતુર બન્યા

0
5

ન્યુ દિલ્હી,તા.૭
ડાલર સામે સતત થઈ રહેલા રૂપિયાના અવમૂલ્યને અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા-પિતાની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.
અમેરિકામાં ભણી સોનેરી ભવિષ્ય બનાવવાના સ્વપ્ના આંખમાં આંજીને ગયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ત્યાં ટકી રહેવા તનતોડ મહેનત કરતા નજરે ચડી રહ્યા છે. સતત ગગડતો જતો રૂપિયો વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. એ તેમના સંતાનો સારી પેઠે સમજી તેમનો માસિક ખર્ચ સમતોલ રાખવા જ્યાં મળે ત્યાં નોકરી સ્વીકારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જમન રાણા નામનો વિદ્યાર્થી ગત વર્ષે એન્જલિયા રસ્ક્રીન યુનિવર્સિટી-કેમ્બ્રેજ ખાતે અભ્યાસ અર્થે ગયો ત્યારે તેને હતું કે જઈને તે તરત કાર ખરીદશે જેથી તેનું આનવજાવન સરળ રહે, પરંતુ બદલાતા જતા સંજાગને સ્વીકારી તેમણે કાર ખરીદવાનો વિચાર પડતો મૂકિયો, ઉપરાંત અમેરિકામાં રહેવાનો ખર્ચ અને તેના અભ્યાસની ફી માટે થઈને તેની નજીકમાં આવેલી શોપમાં પાર્ટટાઈમ જાબ કરી રહ્યો છે.
અર્કાનાસ યુનિવર્સિટીમાં આર્થિક યોજનાઓ અંગે અભ્યાસ કરી રહેલા પુત્રના પિતા મનોજ ગુપ્તાએ પણ રૂપિયાના વધી રહેલા ભાવ અંગે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે તેના પુત્રના અભ્યાસ અને અન્ય ખર્ચમાં સરેરાશ ત્રણ લાખનો વાર્ષિક બોજ વધ્યો છે. અમેરિકાની સારી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એમબીએ કરવા ગયેલા કે એમએસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના વાર્ષિક ખર્ચમાં રૂ. ૩ થી ૫ લાખનો વધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પાછલા બાર મહિનામાં પાઉન્ડ સામે રૂપિયો ૮૫.૫ થી ૯૬.૭ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ડાલરની સામે ૬૫.૨થી ૭૪.૨ની સપાટીએ પહોંચ્યો છે. યુરો સામે રૂપિયો ૭૬.૩ થી વધીને ૮૪.૮ના ભાવે પહોંચી ચુકવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY