લગ્નમાંથી પરત આવતા કારનું ટાયર ફાટતા બે બહેનો અને ભાઇનું કરુણ મોત

0
23

વઢવાણ,
તા.૧૩/૦૩/૨૦૧૮

વઢવાણ નજીક રામપરા-ખોલડિયાદ રોડ પર બનેલા કાર અકસ્માતના બનાવમાં એક જ પરિવારની ત્રણ વ્યક્તનાં એક સાથે મોત થતા આ ઘટનાએ ભારે શોકની લાગણી જન્માવી છે.

મળતી માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે વઢવાણનાં ૮૦ ફૂટના રોડ પર આવેલ અવધેશ્વર પાર્કમાં રહેતા પરિવારના સભ્યો કાર લઇ કોરડા ગામે લગ્નપ્રસંગે જમણવારમાં ગયા હતા. વ્યવહાર પતાવી આ પરિવારના સભ્યો વઢવાણ પરત ફરી રહ્યા હતા ત્યારે રામપરા-ખોલડિયાદ રોડ પર કારનું આગળનું ટાયર અચાનક ફાટતાં કારચાલકે સ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાજુમાં આવેલા નાળામાં ખાબકી હતી.

કાર નાળામાં ખાબકતા જ કારમાં બેઠેલાઓએ ચીસાચીસ કરી મૂકી હતી. આ અકસ્માનમાં સહદેવસિંહ, કૈલાસબા અને હાકેમબા નામની ત્રણ વ્યક્તનાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તને ઇજા પહોંચતા તમામને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કાર નાળામાં ખાબકતા જ જારદાર ધડાકો થયો હતો અને બૂમાબૂમ થતા આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ કાર્યવાહી શરૂ કરી હતી. એક સાથે એક જ પરિવારની ત્રણ વ્યક્તનાં મોત થતા ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લામાં ઝાલોદ નજીક ઘાવડિયા ચેકપોસ્ટ પાસે મોડી રાત્રે ટ્રક અને બોલેરો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તનાં ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે. ચોસાલા ખાતે સદ્દગુરુ ફાઉન્ડેશનમાંથી ટ્રેનિંગ પૂરી કરી મહિલાઓ રાજસ્થાન તરફ બોલેરો કારમાં જઇ રહી હતી ત્યારે ઝાલોદની ઘાવડિયા ચેકપોસ્ટ પાસેની પુરઝડપે પસાર થઇ રહેલી ટ્રકે બોલેરો જીપને અડફેટે લઇ જારદાર ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં બેઠેલી મહિલાઓ પૈકીની ત્રણ મહિલાઓ અને એક યુવાનનું મોત થયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY