એસ-૪૦૦ મિસાઈલ ડીલ : ભારતને ટૂંક સમયમાં ખબર પડી જશે : ટ્રમ્પની ધમકી

0
7

વાશિંગ્ટન,તા.૧૧
રશિયા સાથે ભારતે જી-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ સોદાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પે આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ રૂપે ભારતને ધમકી આપતા કહ્યું છે કે, રશિયા સાથે પાંચ અબજ ડોલરની જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર ભારતને ટૂંક સમયમાં જ (CAATSA) પ્રતિબંધો પર તેમના નિર્ણયની જાણ થઈ જશે.
નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ગત વર્ષે જ પ્રતિબંધ લગાવનારો કાયદો બન્યા બાદ ભારત પર અમેરિકા પ્રતિબંધો લગાવી શકે છે. કારણ કે અમેરિકાની નજરમાં આ સોદો ખુબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાએ તાજેતરમાં જ રશિયા પાસેથી જી-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ ખરીદવાને લઈને ચીન પર પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ફ્રેંડ્‌સ ઓફ ઈંડિયાને આશા છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને CAATSA અંતર્ગત પ્રતિબંધોમાંથી છૂટછાટ આપશે, કારણ કે અમેરિકા ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર માની રહ્યું છે. સાથે જ અમેરિકા આગામી કેટલાક વર્ષોમાં અબજા ડાલરના હથિયારો ભારતને વેચવાના સોદાને અંતિમ રૂપ આપવાના તબક્કામાં છે.
CAATSA અંતર્ગત રશિયા પાસેથી હથિયારોના સોદા પર અમેરિકી પ્રતિબંધોમાંથી ભારતને છૂટછાટ આપવાનો અધિકાર માત્ર ટ્રમ્પ પાસે જ છે. ભારત અને રશિયા વચ્ચે થયેલી ડીલ બાબતે પુછતા ટ્રમ્પે ઓવલ ઓફીસમાં કહ્યું હતું કે, ભારતને જાણ થઈ જશે. ભારતને જાણ થવા જઈ રહી છે. સાથે જ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન પર ચાર નવેમ્બરથી લાગુ થવા જઈ રહેલા પ્રતિબંધો બાદ ક્રુડ ઓઈલની આયાત કરનારા દેશો પર અમેરિકા નજર રાખશે. ભારત અને ચીન જેવા દેશો દ્વારા ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું યથાવત રાખવાને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, અમે નજર રાખીશું.
બીજી બાજુ સંસદીય સૂત્રોનું કહેવું છે કે, સંરક્ષણ મંત્રી જિમ મેટિસ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ભારતને ધ્યાનમાં રાખીને જ CAATSA માં રાષ્ટ્રપતિ દ્વારા છુટછાટ આપવા પર ભાર મુકિયો હતો. પરંતુ આ સંબંધે અંતિમ નિર્ણય ટ્રમ્પે જ લેવાનો છે. જાકે, છેલ્લા કેટલાક સપ્તાહથી ભારતની વ્યાપાર અને ટેક્ષ નીતિઓને લઈને ભારત પ્રત્યે ટિકાત્મક વલણ અપનાવી રહ્યાં છે. અને તાજેતરમાં જ જી-૪૦૦ ને લઈને આપેલા નિવેદન બાદ ટ્રમ્પનો અંતિમ નિર્ણય શું કહે તે જાવું રહ્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY